ગુજરાત ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ
| |

ગુજરાત ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ, ઘરે બેઠા ઓનલાઈન અરજી કરો, જુઓ અહીંથી

google news
4.2/5 - (17 votes)

ગુજરાત ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની જાહેર પરીક્ષા લેવામાં આવે છે. બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના પ્રમાણપત્રો ઓનાલાઈન મુકવામાં આવ્યા છે. વર્ષ 1952 થી અત્યાર સુધીના બધા જ પ્રમાણપત્ર ઓનલાઇન મુકી દેવામાં આવ્યા છે. ધોરણ 10/12 ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર, માઇગ્રેશન અને સમકક્ષતા પ્રમાણપત્ર.

મિત્રો આર્ટીકલ માં આપણે ગુજરાત ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ વિશે માહિતી મેળવવાના છીએ. જો તમને અન્ય કોઈ સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો. તમે ડુપ્લીકેટ માર્કશીટ કઈ રીતે ડાઉનલોડ કરશો અથવા તો તેની અરજી કરશો તેની સંપૂર્ણ વિગતો નીચે આપેલી છે તો આર્ટીકલ ને પૂરો વાંચવા વિનંતી.

ગુજરાત ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ, ઘરે બેઠા ઓનલાઈન અરજી કરો, જુઓ અહીંથી

ગુજરાત ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ

પોસ્ટનું નામGSEB Service 2023 (ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ)
કેટેગરીવિવિધ ફોર્મ
ઉદેશ શું?વર્ષ- ૧૯૫૨ થી તમામ ને ડુપ્લીકેટ માર્કશીટ મળી રહે.
અરજી પ્રકારઓનલાઈન
ઓફિસીયલ વેબસાઈટwww.gsebeservice.com

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની જાહેર પરીક્ષા લેવામાં આવે છે. જેમાં ધોરણ-૧૦ નો વર્ષ- ૧૯૫૨ થી વર્ષ-૨૦૧૯ અને ધોરણ-૧૨ નો વર્ષ-૧૯૭૮ થી વર્ષ-૨૦૧૯ સુધીના પરિણામના રેકર્ડ રજીસ્ટર સ્વરૂપમાં નિભાવવામાં આવેલ છે. બોર્ડની કચેરીમાં વિદ્યાર્થી સેવાકેન્દ્ર ખાતેથી આ રેકર્ડના આધારે વિદ્યાર્થીને ધોરણ-૧૦/૧૨ ની ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર, ધોરણ- ૧૦/૧૨ પાસ વિદ્યાર્થીને માઇગ્રેશન આપવામાં આવતા હતા.

ધોરણ 10 અને 12ના પ્રમાણપત્રો ઓનાલાઈન મોબાઇલમાં

જે માટે વિદ્યાર્થીને કચેરીનું ફોર્મ ભરી શાળાના આચાર્યના સહી/સિક્કા કરાવી બોર્ડની કચેરીએ રૂબરૂ આવવાનું હતું, ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાંથી વર્ષ દરમ્યાન ઘણાં વિદ્યાર્થીઓ ઉપરોક્ત પ્રમાણપત્રો લેવા ગાંધીનગર આવતા હતા જેમાં તેમના સમય અને નાણાનો વ્યય થતો હતો.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, દ્વારા અત્યાર સુધીના વર્ષોના ધોરણ-૧૦/૧૨ ના ૫,૦૦,૦૦,૦૦૦ (પાંચ કરોડ) જેટલા વિદ્યાર્થીઓના પરિણામના રેકર્ડનું ડિજીટાઇઝેશન કરી દેવામાં આવ્યું છે. આ રેકર્ડ ડિજીટાઇઝેશન અને વિદ્યાર્થીઓને આપવામાં આવતા પ્રમાણપત્રોની online પ્રક્રિયાનું ઉદ્દઘાટન માનનીય શિક્ષણમંત્રીશ્રી, ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે તા.૧૭/૦૨/૨૦૨૦ ના રોજ કરવામાં આવ્યું.

જાણો કઈ રીતે ? ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવો


હવેથી વિદ્યાર્થીઓને ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર, માઇગ્રેશન અને સમકક્ષતા પ્રમાણપત્ર લેવા માટે ગાંધીનગર આવવુ નહી પડે, જેથી તેમના સમય અને નાણાંની બચત થશે. ઉપરોક્ત પ્રમાણપત્રો મેળવવા માટે વિદ્યાર્થીઓએ gsebeservice.org વેબસાઇટ પર student online student services માં જઇ એપ્લીકેશન કરવાની રહેશે,.

ડુપ્લીકેટ માર્કશીટ ની ફી કેટલી ?

  • પ્રમાણપત્રની ફી ૫૦/- રૂ/.
  • ડુપ્લીકેટ માર્કશીટ ફી ૫૦/- રૂ/.
  • માઇગ્રેશન ફી ૧૦૦/- રૂ/.

દરેકનો સ્પીડ-પોસ્ટનો ચાર્જ ૫૦/- રૂ।. જેથી વિદ્યાર્થી ઘેર બેઠા પ્રમાણપત્ર મેળવી શકાશે.

જુઓ સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન ઘરે બેઠા આવી રીતે અરજી કરો

  • સ્ટેપ-1 સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ પર જાઓ -> www.gsebeservice.com
  • સ્ટેપ-2 Duplicate Marksheet ઓપ્શન પર ક્લિક કરો.
  • સ્ટેપ-3 સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરો.
  • સ્ટેપ-4 માંગેલ તમામ વિગતો ભરો.
  • સ્ટેપ-5 રજીસ્ટ્ર બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ-6 લોગીન બટન પર ક્લિક કરો અને માંગેલ માહિતી લખો.
  • સ્ટેપ-7 ઓનલાઈન પેમેન્ટ કરો.

ઉપયોગી લીનક્સ

ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા અરજી કરોઅહીં ક્લિક કરો
માઈગ્રેશન સર્ટિફિકેટ માટે અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને  ગુજરાત ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts