Google Find My Device
| | |

Google Find My Device : મોબાઈલ ચોરી થઈ જાય કે ખોવાઇ જાય તો આ એપ્લિકેશન કરશે તમારી મદદ, જાણો સંપૂર્ણ માહિતી

google news
5/5 - (2 votes)

Google Find My Device : મિત્રો, હવે તમારો મોબાઈલ ખોવાઇ જાય કે ચોરી થઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી. Google Find My Device એપ્લિકેશન ની મદદથી તમે તમારા મોબાઇલનું લોકેશન જોઈ શકો છો. આ એપ્લિકેશન નું સોફ્ટવેર ટૂલ તમારા ખોવાયેલા કે ઓછી ચોરી થયેલ મોબાઇલને શોધવામાં તમારી મદદ કરશે અને આ એપની મદદથી તમે તમારા મોબાઈલમાં ડેટા પણ દૂરથી ડીલીટ કરી શકો છો. Google Find My Device Application ખૂબ જ ઉપયોગી છે.

આ આર્ટીકલમાં આપણે Google Find My Device વિષે માહિતી મેળવવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.

Google Find My Device

Google Find My Device Application APK

હાલના સમયમાં એન્ડ્રોઇડ ડિવાઇસ જેવા કે મોબાઈલ, ટેબ્લેટ, ઘડિયાળ વગેરે આપણા માટે ઘણા ઉપયોગી હોય છે. અને આપણે આપણા મોબાઈલમાં બધી જ ઉપયોગી માહિતી રાખતા હોય છે. એન્ડ્રોઇડ ડિવાઇસ આપણા માટે ખુબ કીમતી હોય છે અને જો તે ખોવાઈ જાય કે પછી ચોરી થઈ જાય તો આપણે ટેન્શનમાં આવી જઈએ છીએ પણ હવે ગભરાવાની જરૂર નથી. Google દ્વારા એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે તેનું નામ Google Find My Device છે. આ એપ્લિકેશન જો તમારો મોબાઈલ ખોવાઈ જાય કે પછી ચોરી થઈ જાય તો તેનું લોકેશન જાણવામાં મદદ કરશે. આ સિવાય તમારો ડેટા પણ તમે દૂરથી જ સાફ કરી શકો છો.

Google Find My Device Application શું છે?

મિત્રો, Google Find My Device Application ખૂબ જ ઉપયોગી એપ છે. આ એપ આપણને ઘણી બધી રીતે ઉપયોગી થઇ શકે છે. આ એપ્લિકેશન ની મદદથી તમે તમારા એન્ડ્રોઇડ ડિવાઇસ ને સુરક્ષિત કરી શકો છો. તમારા એન્ડ્રોઇડ ડિવાઇસની લાસ્ટ લોકેશન અને ફૂલ અવાજથી તમે સંગીત પણ વગાડી શકો છો જેનાથી તમારો મોબાઈલ ક્યાં છે તેનો તમે અંદાજો લગાવી શકો છો. જો તમારું android ડિવાઇસ ચોરી થઈ ગયું હોય અને તમને મળ્યું ના હોય તો તમે તમારા એન્ડ્રોઇડ ડિવાઇસ નો સંપૂર્ણ ડેટા સાફ કરી શકો છો.

Google Find My Device Application Features

મિત્રો આ એપ્લિકેશનમાં તમને ખૂબ જ ઉપયોગી એવા ફીચર્સ મળશે જે તમને મદદરૂપ થશે. જ્યારે તમારું ડિવાઇસ ચોરી થઈ જાય કે પછી ખોવાઈ જાય તો તમે આ એપ્લિકેશનના ફીચર્સ નો ઉપયોગ કરીને તમારા ડિવાઇસ ને શોધી શકો છો.

Google મેપ પર જોવો: તમારું ડિવાઇસ ક્યાં છે તેની માહિતી તમે આ એપ્લિકેશનની મદદથી જોઈ શકો છો અને જો ઉપલબ્ધ સ્થાન ના બતાવે તો લાસ્ટ લોકેશન પણ જોઈ શકો છો.

લોકેશન ટ્રેક કરો : તમારા ડિવાઇસ નું લોકેશન ચેક કર્યા બાદ તે કઈ દિશામાં છે તે તમે જોઈ શકો છો અને તે મુજબ નેવિગેટ કરી શકો છો.

ઇન્ડોર મેપ : તમારું ડિવાઇસ ઓફિસમાં સુપર માર્કેટમાં કે પછી એરપોર્ટ જેવી જગ્યા પર હોય તો તે ક્યાં છે? તે શોધવા માટે આ ફીચરનો ઉપયોગ કરી શકો છો.

અવાજ કરી શકો છો: તમારો મોબાઈલ ફોન કોઈ બીજી વ્યક્તિ પાસે હોય અથવા સાયલેંટ મોડ પર હોય તો આ ફીચર દ્વારા તમે ફૂલ વોલ્યુમથી સંગીત વગાડી શકો છો.

નેટવર્ક અને બેટરીની સ્થિતિ જોવો: આ ટીચર સુધારા તમે તમારા ડિવાઇસની કેટલી બેટરી છે તે જોઈ શકો છો અને તે કયા નેટવર્ક પર કામ કરી રહ્યું છે તે પણ જોઈ શકો છો.

ડિવાઇઝને સાફ કરો: જો તમે આ ફીચર્સ નો ઉપયોગ કરો છો તો તમારા ડિવાઇસ પરની સંપૂર્ણ માહિતી સાફ થઈ જશે અને તમે તમારા ડિવાઇઝની સ્થિતિ પણ નહીં જોઈ શકો કારણ કે આ ફીચર્સ નો ઉપયોગ કરવાથી તમારું gmail એકાઉન્ટ પણ સાફ થઈ જાય છે.

ડિવાઇસ ને લોક કરો: તમે તમારા ડિવાઇસ પર સુરક્ષા લોક ઉમેરી શકો છો. જો તમારું ડિવાઇસ કોઈપણ લોક ન હોય તો આ ફીચર્સના મદદથી તમે લોક કરી શકો છો.

લોક સ્ક્રીન પર કોઈ પણ સંદેશ અથવા સંપર્ક સેટ કરો: આ ફીચર્સ ની મદદથી તમે લોક સ્ક્રીન પર કોઈ પણ સંદેશ મોકલી શકો છો અને સંપર્ક પણ ઉમેરી શકો છો જેના ઉપયોગથી જેની પાસે ડિવાઇસ હોય તે તમારો સંપર્ક કરી શકે.

આમ, Google Find My Device Application ખૂબ જ ઉપયોગી થઇ શકે છે.

ઇન્ટરનેટ પર તમારા ડિવાઇસને શોધો

Google Find My Device વેબસાઈટ દ્વારા હવે તમારા ડિવાઇસને તમે ઇન્ટરનેટ દ્વારા શોધી શકો છો. તમારા ડિવાઇસ ને શોધવા માટે નીચેના પગલાં અનુસરો:

તમારા ડિવાઇસ ને શોધવા માટે અન્ય ડિવાઇસમાં Google Find My Device વેબસાઈટ ખોલો. હવે તમારું gmail આઇડી અને પાસવર્ડ ઉમેરીને google પર સાઇન ઇન થઈ જાવ. હવે તમે તમારું ડિવાઇસ શોધી શકો છો.

Google Find My Device Application ડાઉનલોડ કેવી રીતે કરી શકાય?

  • સૌપ્રથમ તમારા ડિવાઇસમાં Google Play Store ખોલો.
  • હવે સર્ચ કરો: Google Find My Device Application
  • સર્ચ કર્યા બાદ તમારી સ્ક્રીન પર એપ્લિકેશન ની વિગત દેખાશે.
  • હવે સાઈડમાં ડાઉનલોડ બટન દેખાશે તેના પર ક્લિક કરો.
  • હવે થોડા જ સમયમાં એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે.
  • હવે એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરો.

ઉપયોગી લીનક્સ

એપ ડાઉનલોડ કરોઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને Google Find My Device જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts