શું તમે ગુજરાતીમાં નાતાલ વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!આ આર્ટીકલમાં અમે સરસ મજાનો નાતાલ વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Natal Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

નાતાલ વિષય પર નિબંધ

અહીં ગુજરાતી નાતાલ વિશે બે નિબંધ રજુ કર્યા છે જે 100 શબ્દોમાં અને 200 શબ્દોમાં શબ્દોમાં છે.

નીચે આપેલ નાતાલ વિશે નિબંધ ગુજરાતીમાં 200 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

નાતાલ વિશે ગુજરાતીમાં નિબંધ 

  1. પ્રસ્તાવના
  2. નાતાલનું મહત્ત્વ 
  3. ઉજવણી
  4. ઉપસંહાર

આપણે વર્ષ દરમિયાન વિવિધ તહેવારો ઊજવીએ છીએ. તહેવારો આપણા જીવનમાં તાજગી અને ઉમંગ લાવે છે. ધાર્મિક તહેવારો આપણી ધર્મભાવનાને પ્રોત્સાહન આપે છે. દરેક ધર્મના કેટલાક વિશિષ્ટ તહેવારો હોય છે. નાતાલ ખ્રિસ્તીઓનો મોટો તહેવાર છે.

નાતાલનો તહેવાર દર વર્ષે 25મી ડિસેમ્બરે ઊજવાય છે. આ દિવસે પૅલેસ્ટાઇનના બૅથલેહેમ ગામમાં ભગવાન ઈસુનો જન્મ થયો હતો. એમના પિતાનું નામ જૉસેફ અને માતાનું નામ મૅરી હતું. આ દિવસે આકાશમાં એક પ્રકાશિત તારો દેખાયો હતો. આથી બાળકમાં દેવી ગણો હોવાની બધાને શ્રદ્ધા બેઠી. ભગવાન ઈસુએ મોટા થઈને સમાજસુધારણાનું કામ કર્યું. તેમણે પાખંડી ધર્મગુરુઓને ખુલ્લ પાડ્યા.

લોકોને જીવનનો સાચો રાહ બતાવ્યો. પાખંડી ધર્મગુરુઓએ રાજાન કાનભંભેરણી કરીને ઈસુને મૃત્યુદંડની સજા અપાવી. વધસ્તંભ પર ચડીને પણ દયાના સાગર ઈસુ એટલું જ બોલ્યા હતા કે, “હે પ્રભુ ! તું આ લોકોને માફ કરજે કારણ કે તેઓ શું કરી રહ્યા છે તેનું તેઓને ભાન નથી !’’ તેમણે ખ્રિસ્તી ધર્મ સ્થાપ્યો. બાઇબલ ખ્રિસ્તીઓનો ધર્મગ્રંથ છે.

નાતાલનો તહેવાર વિશ્વભરમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ઊજવાય છે. ખ્રિસ્તીઓ ઘરના આંગણામાં રંગીન કાગળનો પ્રકાશિત તારો લટકાવે છે. તેઓ ઘરમાં નાતાલવૃક્ષને શણગારે છે. તેઓ તેની આસપાસ અવનવી ભેટો મૂકે છે. બાળકો નાતાલવૃક્ષની આસપાસ નૃત્ય કરે છે અને ગીતો ગાય છે. ખ્રિસ્તીઓ નાતાલના દિવસે દેવળમાં જાય છે અને પ્રાર્થના કરે છે. તેઓ એકબીજાને ‘હૅપી ક્રિસમસ’ કહીને આવકારે છે. તેઓ પોતાના મિત્રો અને સગાંસંબંધીઓને ક્રિસમસ કાર્ડ મોકલે છે.

નાતાલનો તહેવાર 25મી ડિસેમ્બરથી પહેલી જાન્યુઆરી સુધી ચાલે છે. બાળકોને સાન્તાક્લોઝ ખૂબ ગમે છે. સાન્તાક્લોઝ બાળકોને અવનવી ભેટો આપીને ખુશ કરે છે. 31મી ડિસેમ્બરે રાતે ઠેર ઠેર મનોરંજનના કાર્યક્રમો યોજવામાં આવે છે. ટેલિવિઝન પર પણ મોડી રાત સુધી મનોરંજક કાર્યક્રમો બતાવવામાં આવે છે. પહેલી જાન્યુઆરી એટલે ઈસવી સનના નવા વર્ષનો પ્રથમ દિવસ. આ દિવસે લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે.

નાતાલનો તહેવાર સૌને સેવા અને પ્રેમનો સંદેશો આપે છે.

Natal Essay in Gujarati

નાતાલ(ક્રિસમસ) નિબંધ – 100 શબ્દો

નાતાલ ખ્રિસ્તીઓનો તહેવાર છે.

નાતાલ 25 ડિસેમ્બરે આવે છે. આ દિવસે ભગવાન ઈસુનો જન્મ થયો હતો. તે વખતે આકાશમાં એક તેજસ્વી તારો દેખાયો હતો. આથી ખ્રિસ્તીઓ નાતાલ વખતે પોતાના આંગણામાં રંગીન કાગળના તારા (સ્ટાર) લટકાવે છે.

નાતાલના દિવસે ખ્રિસ્તીઓ દેવળમાં જઈને પ્રાર્થના કરે છે. તેઓ ઘરમાં નાતાલવૃક્ષ લાવે છે અને તેને રોશનીથી શણગારે છે. તેની આસપાસ ભેટ મૂકે છે. બાળકો નાતાલવૃક્ષની આસપાસ નાચે છે અને ગીતો ગાય છે. તે એકબીજાને ‘હૅપી ક્રિસમસ’ કહે છે. ખ્રિસ્તી લોકો સગાંસંબંધીઓ અને મિત્રોને ક્રિસમસ કાર્ડ મોકલે છે.

સાન્તાક્લોઝ ‘ફાધર ક્રિસમસ’ છે. બાળકોને તે ખૂબ ગમે છે. સાન્તાક્લોઝ બાળકો માટે જાતજાતની ભેટો લાવે છે. નાતાલનો તહેવાર 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલે છે.

પહેલી જાન્યુઆરીએ ખ્રિસ્તીઓનું નવું વર્ષ શરૂ થાય છે. આ દિવસે ખ્રિસ્તીઓ એકબીજાને શુભેચ્છા પાઠવે છે.

નાતાલનો તહેવાર આપણને પ્રેમનો સંદેશો આપે છે.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાંનાતાલ વિશે નિબંધ એટલે કે Natal Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.