સમરસ હોસ્ટેલ એડમિશન 2023
| |

સમરસ હોસ્ટેલ એડમિશન 2023, મફત હોસ્ટેલમાં રહેવાની યોજના,જુઓ સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા @samras.gujarat.gov.in

google news
5/5 - (1 vote)

સમરસ હોસ્ટેલ એડમિશન 2023 : Samras Hostel Admission 2023 : કોલેજ કક્ષા સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય અભ્યાસક્રમમોમાં અભ્યાસ કરતાં SC, ST સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિધાર્થીઓ ને વર્ષ 2023-24ના શૈક્ષણિક વર્ષ માટે સમસર કુમાર અને સમરસ કન્યા છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેની સંપૂર્ણ જાણકારી નીચે આપવામાં આવી છે.

આર્ટીકલ માં આપણે સમરસ હોસ્ટેલ એડમિશન 2023 વિશે માહિતી મેળવવાના છીએ જેની સંપૂર્ણ માહિતી આપણને નીચે આપેલી છે.

સમરસ હોસ્ટેલ એડમિશન 2023, મફત હોસ્ટેલમાં રહેવાની યોજના,જુઓ સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા @samras.gujarat.gov.in

સમરસ હોસ્ટેલ એડમિશન 2023

પોસ્ટનું નામસમરસ હોસ્ટેલ એડમિશન
પ્રવેશ વર્ષશૈક્ષણિક વર્ષ 2023-24
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ25/06/2023
આવેદન પ્રક્રિયાઓનલાઇન
પ્રવેશ પ્રક્રિયામેરીટના આધારે
ઓફિશિયલ વેબસાઇટhttps://samras.gujarat.gov.in/

ગુજરતમાં આવેલ સમરસ હોસ્ટેલ ક્યાં ક્યાં છે?

સમરસ હોસ્ટેલ ગુજરાતનાં નીચેના જિલ્લાઓમા આવેલી છે.

અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિમંતનગર અને પાટણ માં આવેલી છે.

સમરસ હોસ્ટેલમાં નવા પ્રવેશ અંગે માહિતી

સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી (જે ટકાવારીના આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ હોય તે ટકાવારી) ના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.

નોંધ : વિધાર્થીએ 50% થી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ.

રિન્યુયલ વિધાર્થીઓના પ્રવેશ અંગે માહિતી

સમરસ છાત્રાલયમાં અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેવા રિન્યુઅલ વિધાર્થીઓએ પણ ફરજિયાત પણે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ગ્રૂપ-2 અને ગ્રૂપ-3 ના રિન્યુયલ વિધાર્થીઑ જે બીજા વર્ષે છાત્રાલયમાં રહેવા માંગતા હોય તો તેમને ગત વાર્ષિક પરીક્ષામાં યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા બે સેમેસ્ટરની ટકાવારીમાં (SPI semester Performance Index) 55% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ. જ્યાં ટકાવારીને બડેલ ગ્રેડેશન આપવામાં આવતા હોય તેવા કિસ્સામાં 55% કે તેથી વધુના સમકક્ષ ગ્રેડેશન હોવા જોઈએ. ગ્રૂપ-1ના રિન્યૂ વિધાર્થીઓ માટે ટકાવારી 50% રહેશે.

અહીંથી જુઓ સમરસ હોસ્ટેલમાં પ્રવેશ માટે જરૂરી ડોક્યુમેન્ટ 

 • ● પાસપોર્ટ સાઈઝનો ફોટો
 • ● છેલ્લી પરીક્ષાની માર્કશીટની નકલ
 • ● L.C ની નકલ
 • ● અરજદારની જાતિના દાખલાની નકલ
 • ● આવકનો દાખલો જેમાં વિધાર્થીઓ માટે ૬ લાખ આવકની મર્યાદા છે જ્યારે વિધાર્થીનીઓ માટે કોઇ આવક મર્યાદા નથી
 • ● આધાર કાર્ડની નકલ
 • ● જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો તેનું પ્રમાણપત્ર
 • ● જો વિદ્યાર્થી અનાથ હોય તો તેનું પ્રમાણપત્ર
 • ● જો વિદ્યાર્થી વિધવા માતાનું સંતાન હોય તો તેના આધાર
 • ● એડમિશન મળી જાય ત્યારે આ અરજીની નકલ
 • ● ચારિત્ર સર્ટિફિકેટ
 • ● મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર

જાણો Samras Hostel માં પ્રવેશના નિયમો નીચે મુજબ છે.

 • સમરસ હોસ્ટેલમાં એડમિશન માટેની લાયકાત અને નિયમો નક્કી થયેલા છે. નીચે મુજબના નિયમોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને સમરસ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવશે. 
 •   સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ-૧૨ની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી (જે ટકાવારીના આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ હોય તે ટકાવારી)ના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. (નોંધ: વિદ્યાર્થીએ ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.)
 • સમરસ છાત્રાલયમાં અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેવા રીન્યુઅલ વિદ્યાર્થીઓએપણ ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 • વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે કે પ્રોવિઝનલ મેરીટ યાદીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરીશકશે નહી.
 • ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી માં સમાવેશ થયેલા વિદ્યાર્થીઓએ વેબસાઈટ પર દર્શાવેલ સમયગાળામાં સંબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે.
 • ત્યારબાદ સંબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે.
 • જો કોઈ છાત્ર ની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાંતથા લાયકાત અંગેના પ્રમાણપત્રો/વિગતોમાં તફાવત જણાશે તો તેવા વિધાર્થીનો પ્રવેશ રદ કરવામાં આવશે.
 • સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનાર વિધાર્થી જ પ્રવેશપાત્ર ગણાશે.
 • સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો સમરસ હોસ્ટેલ ની વેબસાઈટ મુકેલ છે જેનો સંપૂર્ણ અભ્યાસ કરી વિધાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 • વધુમાં પ્રવેશ અંગેની કોઈપણ માહિતી માટે વેબસાઈટ પર દર્શાવેલ સંબંધિત જિલ્લામાં આવેલ સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે.
 • ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ-ગ્રામ દ્વારા ડિજિટલ ગુજરાત મારફતે પ્રવેશ માટે અથવા તો સમરસ હોસ્ટેલ ની વેબસાઇટની ઓનલાઈન અરજી કરી શકશે.

જુઓ સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા

ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપને અનુસરવાનુ હોય છે

 • સૌ પ્રથમ https://samras.gujarat.gov.in ની સરકારી વેબસાઈટ ખૂલશે.
 •  વેબસાઈટમાં https://samras.gujarat.gov.in/Admission/ પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે નવું એડિમશન મેળવવા માંગતા હોય અને વેબસાઈટ પર રજીસ્ટેશન ન કરેલું હોય તો samaras hostel registration for student પર ક્લિક કરીને નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
 • વિદ્યાર્થીઓએ અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો Enter Email Id, Enter Password, Enter Captcha Code નાખીને રજીસ્ટ્રેશન કરી શકે છે.
 • વિદ્યાર્થીઓએ New Registration કરવા માટે માંગ્યા મુજબના ડોક્યુમેન્‍ટ Scan કરીને તૈયાર રાખીને “I Agree Rule & Regulation” પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે Personal Detail પર ભરવાની રહેશે. જેમ કે નામ, સરનામુ, જેન્‍ડર, જ્ઞાતિ વગેરે
 • ત્યારબાદ Education Detail માં વિદ્યાર્થીએ પોતાની શૈક્ષણિક લાયકાતની સાચી વિગતો ભરવાની રહેશે.
 • હવે Other Detail ભરવાની રહેશે.
 • ત્યારબાદ વિદ્યાર્થીઓએ ઓનલાઈન Document Upload કરવાના રહેશે.
 • છેલ્લે વિદ્યાર્થીઓએ Declaration આપીને  ફોર્મ સબમિટ કરવાનુ હોય છે

ઉપયોગી લીનક્સ

સમરસ હોસ્ટેલ ની ઓફિશિયલી વેબ સાઇટ પર જવા માટેઅહી ક્લિક કરો
સમરસ હોસ્ટેલમાં પ્રવેશ મેળવવાની અરજી કરવા માટેઅહી ક્લિક કરો
સમરસ હોસ્ટેલ પ્રવેશ ની અરજી કરવામાં મદદ માટેઅહી ક્લિક કરો
સમરસ હોસ્ટેલ ના સંપર્ક ની વિગતો જોવા માટેઅહી ક્લિક કરો
હોસ્ટેલ માં પ્રવેશ માટે અરજી કરવાની છેલ્લી તારીખતા.૨૫/૦૬/૨૦૨૩
હોસ્ટેલમાં પ્રવેશ માટેની જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો

સમરસ હોસ્ટેલ રિઝર્વેશન 2023 કેટેગરી વાઈઝ

કેટેગરીરિઝર્વેશન ટકાવારીકુલ જગ્યાઓ
SC કેટેગરી15%150
ST કેટેગરી30%300
SEBC કેટેગરી45%450
EBC કેટેગરી10%100
કુલ100%1000

Similar Posts