Solar Power Kit Sahay, solar fencing yojana 2023, સોલાર ફેન્સીંગ યોજના 2023
| | |

Solar Power Kit Sahay, solar fencing yojana 2024, સોલાર ફેન્સીંગ યોજના 2024, ખેતરની ફરતે સોલાર પાવર કીટ નાખવા માટે મળશે રૂ.15000 ની સહાય, જુઓ સંપૂર્ણ માહિતી

google news
5/5 - (14 votes)

Solar Power Kit Sahay, solar fencing yojana 2024, સોલાર ફેન્સીંગ યોજના 2024 : i-Khedut પોર્ટલ પર સોલાર ફેન્સીંગ યોજના 2024 માટે ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે, solar fencing yojana 2023 gujarat આ સહાય મુજબ ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ. 15,૦૦૦ બે માંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય અપાશે.

Short Brief:  સોલાર ફેન્સીંગ  યોજના | ikhedut Portal Yojana | Solar Fencing Yojana Gujarat 2023 |Ikhedut yojana 2023 |  Solar Fencing subsidy In Gujarat | ગુજરાત સબસીડી યોજના 2023

આર્ટીકલ માં મિત્રો આપણે ઓનલાઈન ગુજરાત સોલાર ફેન્સીંગ યોજના 2023 વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચવા વિનંતી.

Solar Power Kit Sahay, solar fencing yojana 2023, સોલાર ફેન્સીંગ યોજના 2023
Solar Power Kit Sahay, solar fencing yojana 2023, સોલાર ફેન્સીંગ યોજના 2023

Solar Power Kit Sahay | સોલાર ફેન્સીંગ યોજના 2024

યોજનાનું નામસોલાર ફેન્સીંગ યોજના 2024
હેઠળગુજરાત રાજ્ય સરકાર
યોજનાનો હેતુખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજના
વિભાગનું નામકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી કરવાનો પ્રકારઓનલાઇન
મળવાપાત્ર લાભખર્ચના 50 ટકા અથવા રૂ. 15,૦૦૦ બે માંથી જે ઓછું હોય તે 
સત્તાવાર પોર્ટલhttps://ikhedut.gujarat.gov.in

Solar Power Kit Sahay yojna 2023

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો તરફથી મળેલી રજૂઆતોને વાચા આપતા ચાલુ વર્ષના બજેટમાં ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે Solar Power Kitની ખરીદી માટે ખેડૂતોને નાણાંકીય સહાય આપવાની યોજનામાં અઢી ગણો વધારો કરીને 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. solar power kit ખેતરની ફરતે તાર ફેન્સિંગ કરવાની યોજના માટે ચાલુ વર્ષે અંદાજપત્રમાં 350 કરોડ અને સોલાર ફેન્સીંગ માટે સોલાર પાવર કીટની ખરીદીમાં ખેડૂતોને નાણાંકીય સહાય આપવાની યોજના માટે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોના પાકને રક્ષણ આપવા માટે કુલ 400 કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ કરી છે.

Solar Power Kit Sahay | સોલાર ફેન્સીંગ યોજના 2023

સોલાર પાવર કીટ સહાય યોજના

ખેડૂતોના પાકને જંગલી જાનવર નુકશાન ન પહોંચાડે અને ખેડૂતોને પાકના રખોલા માટે રાત્રે જાગવુ ન પડે તે માટે સોલાર પાવર કિટ (ઝટકો) મૂકતા હોય છે. જે સૂર્યપ્રકાશ દ્વારા ચાર્જ થઇ ચાલતો હોય છે. સોલાર પાવર કિટ સહાય યોજના માટે હાલ Ikhedut પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરવાનુ ચાલુ છે. આ યોજનામા કેમ અરજી કરવી, કેટલી સહાય મળશે, કયા ડોકયુમેન્ટ જોઇએ તેની માહિતી આ પોસ્ટમા મેળવીશુ.

ખેતરની ફરતે Solar Fencing બનાવવા માટે Solar power Unit/Kit ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજના.

જાણો શું છે? સહાય મેળવવા માટે મુખ્ય શરતો

  • કાટાંળી તારની વાડ બનાવવા માટે જે ખેડુતો એ લાભ લીધેલ હોય આવા ખેડુતોને આ સોલાર પાવર યુનિટ/કીટ યોજનાનો લાભ મળવા પાત્ર નથી.
  • સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કરવામા આવેલા કુલ ખર્ચના ૫૦ % અથવા રુ. ૧૫,૦૦૦/- આ બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવે છે.
  • ખેડૂતોએ પોતાની રીતે ખુલ્લા બજારમાથી નિયત થયેલ ગુણવત્તા વાળી કિટની ની ખરીદી કરવાની હોય છે.
  • આ યોજના મા લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે.
  • આ યોજના અંતર્ગત સોલાર કીટ માટે ૧૦ (દશ) વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેશે.

સોલાર પાવર કીટ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? ઓનલાઈન

  • ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in ઓપન કરો.
  • ત્યારબાદ તેમા “વિવિધ યોજનામા ઓનલાઇન અરજી કરો’ ઓપ્શન પર ક્લીક કરો.
  • ત્યારબાદ ઓપન થયેલા પેજમા “ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો” ઓપ્શન પર ક્લીક કરો.
  • ત્યારબાદ તમને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ નુ લીસ્ટ જોવા મળશે.
  • જેમા ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજના સોલાર પાવર યુનિટ/કીટ ઓપ્શન પર ક્લીક કરો.
  • ત્યારબાદ ઓપન થયેલા પેજમા તમારી ઓનલાઇન અરજી કરવા માટે જરૂરી વિગતો સબમીટ કરો.
  • ત્યારબાદ તમારી અરજી કન્ફર્મ કરીને સેવ રાખો.
  • તમારી આ યોજનામા લાભાર્થી તરીકે પસંદગી થયા બાદ મેસેજ દ્વારા જાણ મળશે.
  • ત્યારબાદ તમારે સારી ગુણવતાવાળી સોલાર કિટની ખરીદી કરવાની હોય છે.
  • જેની સ્થળ ખરાઇ ખેતીવાડી ખાતા તરફથી કરવામા આવે છે.
  • ત્યારબાદ આ સહાય લાભાર્થીના બેંકખાતામા જમા કરવામા આવે છે.

50 ટકા અથવા 15000 બંનેમાંથી જે ઓછું હોય તે મળશે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે યોજનાના બજેટમાં અઢી ગણો વધારો થતા ગત વર્ષની સરખામણીમાં 13 હજાર ખેડૂતોની જગ્યાએ ચાલુ વર્ષે 33 હજાર ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવી શકશે. આ યોજના માટે રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા 15000 બંનેમાંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતો માટે આઇ-ખેડૂત પોર્ટલ ટૂંક સમયમાં જ ખુલ્લું મૂકવામાં આવશે. જેનો મહત્તમ લાભ લેવા માટે રાજ્યના ખેડૂતોને કૃષિ મંત્રીએ અનુરોધ કર્યો હતો.

સોલાર ફેન્સીંગ સહાય યોજનામાં મળવાપાત્ર લાભ

        ખેડૂતો માટેની આ સબસીડી યોજના હેઠળ સોલાર પાવર યુનિટ અને કીટ ખરીદી પર જે સહાય આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

1.      યોજનાનું નામ1.      સહાયની રકમ
1.      ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યોજના1.      સોલાર પાવર યુનિટ તથા કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના 50 % અથવા રુ. 15,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.  

સોલાર પાવર કીટ સહાય માટે જરૂરી ડોકયુમેન્ટ લીસ્ટ

  • લાભાર્થીના 7/12 અને 8-અ ની નકલ
  • બેંકખાતાની પાસબુકની નકલ
  • સોલાર પાવર કીટ ખરીદીનુ પાકુ બીલ
  • ભાવપત્રક

ઉપયોગી લીનક્સ

યોજનાનો ઠરાવ જોવા માટેઅહિં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત સોલાર ફેન્સીંગ યોજના 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts