બીપોરજોય વાવાઝોડું
| |

Biporjoy cyclone : બીપોરજોય વાવાઝોડું : ગુજરાત પર ફરી વાર આવી રહ્યું છે, ખતરનાક વાવાઝોડું, થઈ જાવ સાવધાન !

google news
4.2/5 - (5 votes)

બીપોરજોય વાવાઝોડું : ગુજરાતમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે અને ભારે પવન સાથે વરસાદ પણ પડી રહ્યો છે તેવા સમાચાર સામે આવ્યા છે.

મિત્રો વાત જાણે એમ છે કે હવે ગુજરાત ઉપર બીપોરજોય નામના વાવાઝોડાનો ખતરો મંત્રાઇ રહ્યો છે.

અરબી સમુદ્રમાં સાયકલોનીક સિસ્ટમ બનવા જઈ રહી છે જેની અસર આવતી કાલથી ગુજરાત ઉપર જોવા મળશે અને જેને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવશે.

Biporjoy cyclone : બીપોરજોય વાવાઝોડું : ગુજરાત પર ફરી વાર આવી રહ્યું છે, ખતરનાક વાવાઝોડું, થઈ જાવ સાવધાન !

બીપોરજોય વાવાઝોડું

મિત્રો ગુજરાત રાજ્યમાં વધુ એક વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થશે અને આ સાયકલોનને બીપોરજોય નામ આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં આવતીકાલથી જ આ ચક્રવાતની અસર જોવા મળશે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે અને સાથે સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

જુઓ વાવાઝોડુંની તારીખવાઈઝ કેવી અસર થશે ?


વાવાઝોડાની આજે ક્યાં અને કેવી અસર થશે?

 • પૂર્વ મધ્ય અરબ સમુદ્ર પર 80 થી 100 કિમીની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે.
 • પશ્ચિમ મધ્ય અને દક્ષિણપૂર્વ અરબ સમુદ્રમાં પણ પવનની ઝડપ 100 કિમી જેટલી રહેશે.
 • સાંજ સુધીમાં પવનની ઝડપ 125 કિમી થઈ શકે છે.
 • ઉત્તર કેરળ-કર્ણાટક-ગોવાના દરિયાકાંઠે 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.


8 જૂને વાવાઝોડાની કેવી અસર થશે?

 • પવનની ઝડપ 125 કિમી સુધી થઈ શકે છે.
 • સાંજના સમયે પવનની ઝડપ 145 કિમી જેટલી થવાની શક્યતા રહેલી છે.
 • કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રના દરિયાકિનારે 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.


9 જૂને વાવાઝોડાની કયા અને કેવી અસર થશે?

 • મધ્ય અરબી સમુદ્ર પર 155 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે.
 • સાંજે પવનની ઝડપ 165 કિમી જેટલી થવાની શક્યતા છે.
 • દક્ષિણ અરબી સમુદ્રના નજીકના વિસ્તારોમાં પવનની ઝડપ 70 કિમી જેટલી રહેવાની સંભાવના છે.
 • કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રના દરિયાકાંઠે 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.


10 જૂને વાવાઝોડાની કયા અને કેવી અસર થશે?

 • મધ્ય અરબી સમુદ્ર પર 145-155 કિમીની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે.
 • દક્ષિણ અરબી સમુદ્રના નજીકના વિસ્તારોમાં 60 કિમીની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે.
 • કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમા 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે.

શું છે આગાહી જાણો

આપણે જાણીએ છીએ કે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે આજ વહેલી સવારથી જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કડાકા અને ભડાકા સાથે વરસાદ શરૂ થઈ ગયો છે.

ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલ, પાટણ, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબકીઓ હતો અને ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં એકદમ  ઠંડક પ્રસરી ગઈ હતી.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.

ઉપયોગી લિંક્સ

લાઈવ ચેક કરોઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને બીપોરજોય વાવાઝોડું જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts