Summer Vacation: ઉનાળુ વેકેશન ખુલતા જ 10 હજાર વિધાર્થીઓ શિક્ષણથી રહ્યા વંચિત, જાણો શું છે કારણ
| |

Summer Vacation: ઉનાળુ વેકેશન ખુલતા જ 10 હજાર વિધાર્થીઓ શિક્ષણથી રહ્યા વંચિત, જાણો શું છે કારણ

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Summer Vacation: ઉનાળુ વેકેશન ખુલતા જ 10 હજાર વિધાર્થીઓ શિક્ષણથી રહ્યા વંચિત, જાણો શું છે કારણ : આ અર્તીક્લમાં આપણે Summer Vacation: ઉનાળુ વેકેશન ખુલતા જ 10 હજાર વિધાર્થીઓ શિક્ષણથી રહ્યા વંચિત, જાણો શું છે કારણ વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Summer Vacation: આજથી તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે વેકેશન પૂર્ણ થઈ ચૂક્યું છે પરંતુ આવા સંજોગોમાં ગણા વિદ્યાર્થીઓ આજના દિવસે શિક્ષણથી વંચિત રહેશે કારણ કે ગેરકાયદેસર અને પરવાનગી વંગર ચાલતી સ્કૂલોમાં સુરક્ષાને લઈને ઘણા બધા સવાલો ઊભા થયા છે 

આપ સૌ જાણો છો કે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ગુજરાત સરકાર દ્વારા ઘણા બધા નવા પગલાં લેવામાં આવ્યા હતા અને ફરી એકવાર આવી કોઈ દુર્ઘટના ન બને તે માટે એનઓસી પરમિશન અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી. ઘણી બધી એવી શાળાઓ છે જ્યાં એનઓસી પરમિશન નથી તેવી બિલ્ડીંગ અને શાળાઓને સીલ કરવામાં આવી હતી જેના કારણે ઘણા બધા બાળકો વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા હતા. ચલો તમને આ અંગે વિગતવાર માહિતી આપીએ

પરમિશન વગર ચાલતી શાળાઓ કરાઈ સીલ

આજથી ઉનાળુ વેકેશન (Summer Vacation) પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે ગુજરાતની તમામ શાળાઓમાં બાળકોની ખાસ કરીને નાના વિદ્યાર્થીઓની કલરવ સાંભળવા મળશે પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા 9 મેથી ઉનાળુ વેકેશનનો પ્રારંભ થયો હતો ત્યારથી 35 દિવસની રજા બાદ આજે ફરી એકવાર તમામ સ્કૂલો શરૂ કરી દેવામાં આવી છે 

પરંતુ સવાલ એ પણ ઉભો થાય છે કે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણી બધી એવી શાળાઓ છે જ્યાં એનઓસી પરમિશન વગર ચાલતી સ્કૂલો બંધ કરી દેવામાં આવી હતી એટલે કે સીલ કરી દેવામાં આવી હતી. કેટલીક શાળાઓમાં તાળા જ લાગેલા જોવા મળ્યા હતા જેથી ઉનાળુ વેકેશન ખુલતા જ પહેલા જ દિવસે બાળકો શિક્ષણથી વંચિત રહ્યા હતા

બાળકોની સુરક્ષા માટે સરકાર આવી હરકતમાં જાણો વિગતો અને માહિતી 

Summer Vacation પૂર્ણ થઈ ચૂક્યું છે પરંતુ પહેલાં જ દિવસે ઘણા બધા વિદ્યાર્થીઓ શાળાએથી ઘરે પરત આવ્યા હતા કારણ કે શાળાઓએ તાળા લાગેલા હતા. આવી જ શાળાઓ છે જ્યાં એનઓસી ફાયર સેફટી અને અન્ય પરમિશન વગર ચાલતી હતી ત્યારે બાળકોની સલામતીના હિત માટે રાજ્ય સરકાર વિવિધ પગલાં લઈ રહી છે ખાસ કરીને વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લામાં સંબંધિત મૂનસીપાલ કમિશનર અને કલેક્ટર દ્વારા શાળાની ચકાસણી થઈ રહી છે 

શાળામાં ગેરકાયદેસર અથવા પરમિશન વગર ચાલતી બિલ્ડીંગ યુઝ પરમિશન એટલે કે બીયુ પરમિશન ન હોય અથવા ફાયર એનઓસી ના હોય અથવા બંને ના હોય એ ફાયર એનઓસી રીન્યુ ના કરાવી હોય એવા સંજોગોમાં લગભગ 183 શાળા સંકુલ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેથી પહેલા જ દિવસે તમામ બાળકો શિક્ષણથી વંચિત રહ્યા હતા ઘણા બધા બાળકોમાં શાળા ખુલવાની ખુશીઓ જોવા મળી હતી પરંતુ તેઓએ ઘરે પરત જવું પડ્યું હતું

વધુમાં જણાવી દઈએ તો પ્રાથમિક વિભાગની ધોરણ 1 થી 8 ની શાળામાં બિલ્ડીંગ યુઝ પરમિશન ન હોય અથવા ફાયર એનઓસી ન હોય આવી સ્કૂલોને સીલ કરવામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આપ સૌને વધુમાં જણાવી દઇએ તો ગુજરાત રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળા 31,930 છે જ્યારે રાજ્યમાં કુલ પ્રાથમિક શાળા 40,012 છે અને રાજીમાં ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા 526 અને નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા 7556 છે આ તમામ શાળાઓમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા તેમજ શિક્ષણ વિભાગ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Summer Vacation: ઉનાળુ વેકેશન ખુલતા જ 10 હજાર વિધાર્થીઓ શિક્ષણથી રહ્યા વંચિત, જાણો શું છે કારણ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts