Talati Cum Mantri District Allotment Program : તલાટી જિલ્લા પસંદગી (ફાળવણી) કાર્યક્રમ તારીખ જાહેર, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ધ્વારા જાહેરાત ક્રમાંક-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગનું ફાઇનલ સીલેકટ લીસ્ટ તા ૧૧-૦૮-૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેની નકલ મંડળની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે.
આ ફાઇનલ સીલેકટ લીસ્ટમાં સમાવિષ્ટ તમામ ઉમેદવારોને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તા ૨૨-૦૭-૨૦૨૧ ના નોટીફીકેશન નં. KP/ 20/ 2021/ PRR/10/ 2014/106/KH થી પ્રસિધ્ધ કરવામાં આવેલ ગુજરાત પંચાયત સેવા (વર્ગ-૩) ભરતી (પરીક્ષા) નિયમો-૨૦૨૧ ની જોગવાઇ અન્વયે રુબરુ ઓનસ્ક્રિન જિલ્લા પસંદગી(ફાળવણી) કાર્યક્રમમાં નીચેની વિગતે જે તે તારીખ- સમયે મંડળની કચેરીએ અચુક હાજર રહેવા જણાવવામાં આવે છે.
આર્ટીકલ માં મિત્રો આપણે ઓનલાઈન ગુજરાત તલાટી જિલ્લા પસંદગી (ફાળવણી) કાર્યક્રમ તારીખ વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચવા વિનંતી.

Contents
Talati Cum Mantri District Allotment Program
સંસ્થાનું નામ | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ |
જાહેરનામા ક્રમાંક | 10/202122 |
આર્ટિકલનું નામ | Talati Cum Mantri District Allotment Program |
આર્ટિકલ ની કેટેગરી | Sarkari Result |
સત્તાવાર વેબસાઈટ | https://gpssb.gujarat.gov.in/ |
ઉમેદવારો માટેની સુચના
- ઉમેદવારે જાતે ઉપરોકત જિલ્લા પસંદગી (ફાળવણી) કાર્યક્રમમાં તેને ફાળવેલ નિયત તારીખ-સમયે અચુક હાજર
રહેવાનું રહેશે. જિલ્લા પસંદગી કાર્યક્રમમાં ફકત દિવ્યાંગ ઉમેદવારોના વાલીને પ્રવેશ આપવામાં આવશે. - ઉમેદવારે પોતાના તમામ અસલ પ્રમાણપત્રો, ફોટો આઇડી પ્રુફ અને કલર પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે લાવવાનો રહેશે.
- કોઇ કારણસર સબંધિત ઉમેદવાર જાતે હાજર રહી શકે તેમ ન હોય તેવી પરિસ્થિતિમાં એફીડેવીટ ઉપર ઓથોરીટી લેટર સાથે અધિકૃત કરેલ વ્યકિતને હાજર રાખી શકશે.
- સદર ઓથોરીટી લેટર ઉપર ઉમેદવારનો અને જેને અધિકાર આપેલ છે તે વ્યકિતનો ફોટો ચોટાડેલ હોવો જોઇએ અને સદર બંને ફોટા ઉપર સબંધિત ઉમેદવારે સહી કરેલ હોવી જોઇએ. સદર અધિકૃત કરેલ વ્યકિત ધ્વારા કરવામાં આવેલ કાર્યવાહી સબંધિત ઉમેદવારને બંધનકર્તા રહેશે.અધિકૃત કરેલ વ્યકિતએ પોતાના ઓળખપત્રની અસલ અને ઝેરોક્ષ નકલ સાથે રાખવી. ઓથોરીટી લેટર એફીડેવીટ સ્વરુપે હોવો જોઇશે.
- ઉમેદવારોને ઓનસ્ક્રિન જિલ્લા ફાળવણી ઉમેદવારના મેરીટ ક્રમાનુસાર ફાઇનલ સીલેકશન એન્ડ રેકમન્ડેશન લીસ્ટમાં દર્શાવેલી ઉમેદવારની સીલેકશન કેટેગરી મુજબ ઉમેદવારનો ક્રમ આવે ત્યારે ઉપલબ્ધ જિલ્લાવાર જગ્યા અનુસાર કરવામાં આવશે. ઓનસ્ક્રીન જિલ્લા ફાળવણી માટે જ્યારે ઉમેદવારનો ક્રમ આવે ત્યારે તે સમયે ઉમેદવારા તેઓના ઓથોરાઇઝ પ્રતિનિધિ ફરજિયાત પણે હાજર હોવા જોઇએ, અને જો તે સમયે કોઇ ઉમેદવાર/ ઓથોરાઇઝ પ્રતિનિધિ હાજર રહેશે નહિ તો, તેવા ઉમેદવારે પોતાની ઉમેદવારી કાયમી પણે પાછી ખેંચી લીધી હોવાનું ગણાશે અને ત્યારપછી તે બાબતમાં કોઇપણ દાવો અથવા વિવાદ મંડળ ધ્વારા ગ્રાહ્ય રખાશે નહિ.
- ઉમેદવાર પોતે તેને ફાળવેલ નિયત તારીખ અને નિયત સમયે ઉપરોકત જિલ્લા પસંદગી (ફાળવણી) કાર્યક્રમમાં હાજર ન રહે અથવા જિલ્લા પસંદ ન કરે અથવા પસંદ કરવાનો ઇન્કાર કરે તેવા કિસ્સામાં આવા ઉમેદવારને નોકરી મેળવવામાં રસ નથી, તેમ માની આવા ઉમેદવારની પસંદગી મંડળ ધ્વારા “રદ” ગણવામાં આવશે, અને આ બાબતે મંડળનો નિર્ણય આખરી રહેશે અને ત્યારપછી આ બાબતે કોઇ પણ દાવો વિવાદ ગ્રાહય રાખવામાં આવશે નહી.
- પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગરના પત્ર ક્રમાંક:-PRHRDD/MSM/e- File/14/2023/4629/section-kh તા.૨૯-૦૯-૨૦૨૩થી મંડળને મોકલવામાં આવેલ “રીવાઇઝ માંગણાપત્રકો” મુજબ જિલ્લા પંચાયત વાર અને કેટેગરીવાર ભરવાપાત્ર જગ્યાઓ મુજબ મંડળ ધ્વારા જિલ્લા પસંદગી (ફાળવણી) કરવામાં આવશે, જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી.
- પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગરના પત્ર ક્રમાંક:-PRHRDD/MSM/e- File/14/2023/4629/section-kh તા.૨૯-૦૯-૨૦૨૩થી મંડળને મોકલવામાં આવેલ “રીવાઇઝ માંગણાપત્રકો” મુજબ જિલ્લા પંચાયત વાર અને કેટેગરીવાર ભરવાપાત્ર જગ્યાઓનું પત્રક મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in પર મુકવામાં આવેલ છે.
ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) જિલ્લા પસંદગી (ફાળવણી) કાર્યક્રમ


ઉપયોગી લીનક્સ
તલાટી કમ મંત્રી જિલ્લા પસંદગી કાર્યક્રમ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
તલાટી રિવાઇઝડ માંગણાપત્રક મુજબ ભરવાપાત્ર જગ્યાઓની વિગતો દર્શાવતું પત્રક | Click Here |
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત તલાટી જિલ્લા પસંદગી (ફાળવણી) કાર્યક્રમ તારીખ 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.