TAT માધ્યમિક પરીક્ષા 2023
| | |

TAT માધ્યમિક પરીક્ષા 2023, અરજી પ્રક્રિયા, ઠરાવ, સિલેબસ, સૈક્ષણિક લાયકાત, નવી પરીક્ષા પદ્ધતિ, જાણો સંપૂર્ણ માહિતી {અરજી કરવાનો છેલ્લો દિવસ}

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

TAT માધ્યમિક પરીક્ષા 2023 : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (GSEB ) એ વર્ષ 2023 માટે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ(TAT) ગુજરાત ટેટ પરીક્ષાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની પોસ્ટ માટે ઉમેદવારોની યોગ્યતાનું મૂલ્યાંકન કરવા માટે TAT પરીક્ષા લેવામાં આવે છે. ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષક બનવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આ પરીક્ષા ફરજિયાત છે.

આ આર્ટીકલમાં આપણે TAT માધ્યમિક પરીક્ષા 2023 ના જાહેરનામાં વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.

TAT માધ્યમિક પરીક્ષા 2023, અરજી પ્રક્રિયા, ઠરાવ, સિલેબસ, સૈક્ષણિક લાયકાત, નવી પરીક્ષા પદ્ધતિ, જાણો સંપૂર્ણ માહિતી {અરજી કરવાનો છેલ્લો દિવસ}

TAT માધ્યમિક પરીક્ષા 2023

જાહેર કરનાર મંડળનું નામરાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર
પોસ્નુંટ નામTAT માધ્યમિક પરીક્ષા 2023
જાહેરનામું બહાર પાડ્યાની તારીખ01/05/2023
ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર્મ તારીખ02/05/2023
છેલ્લી તારીખ20/05/2023
ફી સ્વીકારવાનો સમયગાળો02/05/2023 થી 20/05/2023
પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ) તારીખ04/06/2023
મુખ્ય પરીક્ષા(વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) તારીખ18/06/2023
ઓફિસિયલ વેબસાઈટhttps://sebexam.org/

જરૂરી શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારોએ તેમની સ્નાતક અથવા પોસ્ટ-ગ્રેજ્યુએશન ડિગ્રીમાં ઓછામાં ઓછા 50% ગુણ હોવા આવશ્યક છે.
  • ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક અથવા અનુસ્નાતક પૂર્ણ કરેલ હોવું જોઈએ.

TAT નવી પરીક્ષા પેટર્ન

આ વખતે પરીક્ષાઓ ટાટ પરીક્ષાની અંદર નવી સિસ્ટમમાં લેવામાં આવશે જેમાં બે વિભાગમાં પ્રવેશ પરીક્ષાઓ હશે જેમાં પ્રથમ પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે અને પછી જો તમે તે પરીક્ષામાં લાયક ઠરશો તો મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવશે જેમાં માર્કસ આવશે. પ્રારંભિક પરીક્ષા કાપવામાં આવશે અથવા તેનાથી ઉપર. લાયકાત ધરાવતા ઉમેદવારો માટે મુખ્ય પરીક્ષા લેવામાં આવશે જે વર્ણનના લેખિત સ્વરૂપમાં હશે.

TAT માધ્યમિક પરીક્ષા 2023, અરજી પ્રક્રિયા, ઠરાવ, સિલેબસ, સૈક્ષણિક લાયકાત, નવી પરીક્ષા પદ્ધતિ, જાણો સંપૂર્ણ માહિતી {અરજી કરવાનો છેલ્લો દિવસ}

TAT પરીક્ષા માટે ઉંમર મર્યાદા

  • સામાન્ય વર્ગના ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદા 35 વર્ષ છે.
  • અનામત વર્ગના ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદા 40 વર્ષ છે.

ભરતીની મહત્વપૂર્ણ તારીખો

વિગતોતારીખ
સૂચના પ્રકાશિત તારીખ02-05-2023
ઓનલાઈન અરજી અને ફી ભરવાની શરૂઆતની તારીખ02-05-2023
ઓનલાઈન અરજી અને ફી ભરવાની છેલ્લી તારીખ20-05-2023
પ્રારંભિક પરીક્ષા (MCQ આધારિત)04-06-2023
મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક) – લેખિત18-06-2023

જાણો સ્ટેપ-બાય-સ્ટેપ TAT માધ્યમિક પરીક્ષા 2023 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૨૧/૧૦/૨૦૨૨ (બપોરના ૧૪.૦૦ કલાક) થી તા:૦૫/૧૨/૨૦૨૨ (બપોરના ૧૫.૦૦ કલાક) દરમિયાન http://ojas.gujarat.gov.in પર ઓનલાઈન જ અરજીપત્રક સ્વીકારવામાં આવશે. ઉમેદવારે નિયત કરેલ ફોર્મ ઓનલાઈન ભરવા માટેની સૂચનાઓ નીચે મુજબની છે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.
  • અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક online ભરવાનું રહેશે. નામ, અટક, જન્મ તારીખ, જાતિ (કેટેગરી) કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહી. જેની ખાસ નોંધ લેવી.
  • સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
  • સૌ પ્રથમ http://ojas.gujarat.gov.in પર જવું.
  • “Apply Online” પર Click કરવું.
  • ઉમેદવાર ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમ પૈકી જે માધ્યમમાં કસોટી આપવા માટે પાત્રતા ધરાવતા હોય તે માધ્યમ પસંદ કરી પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી-II(TET-II) નું ફોર્મ ભરવું. Apply Now 42 Click squall Application Format . Application Format ,Personal Details ઉમેદવારે ભરવી.
  • Educational Details ઉપર Click કરીને તેની વિગતો પૂરેપૂરી ભરવી.
  • હવે Save પર Click કરવાથી તમારો Data Save થશે. અહીં ઉમેદવારનો Application Number Generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
  • હવે પેજના ઉપરના ભાગમાં Upload Photo પર Click કરો. અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Ok પર Click કરો. અહી Photo અને Signature upload કરવાના છે.(ફોટાનું માપ 5 સે.મી. ઉંચાઈ અને 3.6 સે.મી. પહોળાઈ અને Signature નું માપ 2.5 સે.મી. ઉંચાઈ અને 7.5 સે.મી. પહોળાઈ રાખવી.) Photo અને Signature upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature JPG format માં (10 kb) સાઈઝથી વધારે નહીં તે રીતે સોફ્ટકોપીમાં હોવા જોઈએ.
  • Button પર Click કરો. હવે Choose File ના સ્ક્રીનમાંથી જે ફાઈલમાં JPG formatમાં તમારો Photo store થયેલ છે તે ફાઈલને Select કરો અને Open Button ને Click કરો. હવે Browse Button ની બાજુમાં Upload Button પર Click કરો, હવે બાજુમાં તમારો Photo દેખાશે. હવે આ જ રીતે Signature પણ Upload કરવાની રહેશે.
  • હવે પેજના ઉપરના ભાગમાં Confirm Application પર Click કરો અને Application Number તથા Birth Date Type કર્યા બાદ Ok પર Click કરવાથી બે (2) બટન 1:Application Preview 2.Confirm Application દેખાશે. ઉમેદવારે Show Application Preview પર Click કરી પોતાની અરજી જોઈ લેવી.
  • અરજીમાં સુધારો કરવાનો જણાય તો Edit Application ઉપર Click કરીને સુધારો કરી લેવો. અરજી Confirm કર્યા પહેલાં કોઈપણ પ્રકારનો સુધારો અરજીમાં કરી શકાશે. પરંતુ અરજી Confirm થઈ ગયા બાદ અરજીમાં કોઈપણ જાતનો સુધારો કરી શકાશે નહીં. જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો જ Confirm Application પર Click કરવુ. વધુમાં ઉમેદવારે વિગતો ભરતી વખતે જો પોતાના નામ, અટક, જન્મ તારીખ કે કેટેગરી જો કોઈ ભૂલ કરેલ હશે તો પાછળથી માર્કશીટમાં કોઈ સુધારો કરવામાં નહી આવે તેની ઉમેદવારે ખાસ ધ્યાન રાખવું.
  • Confirm Application પર Click કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં online સ્વીકાર થઈ જશે. અહીં Confirm Number Generate થશે. જે ત્યારપછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોઈ ઉમેદવારે સાચવવાનો રહેશે. ઉમેદવારે બોર્ડ સાથે કોઈપણ પત્રવ્યવહાર કે રજૂઆત કરતી વખતે પોતાનો આ Confirmation Number દર્શાવવાનો રહેશે.
  • આ પરીક્ષાની ફી માત્ર ઓનલાઈન પેમેન્ટ મોડ થી ભરવાની રહેશે.
  • ઉમેદવારે ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા BANKING/UPI/WALLWT થી પરીક્ષા ફી ભરી શકશે.
  • ATM-DEBIT
  • CARD/CREDIT CARD/NET

ઉપયોગી લીનક્સ

ઓફિસિયલ વેબસાઈટhttps://sebexam.org/
સંપૂર્ણ જાહેરનામુંઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
જોડાઓ અમારા WhatsApp ગ્રુપમાંઅહી ક્લિક કરો

TAT પરીક્ષાનો અભ્યાસક્રમ 2023

કસોટી/પરીક્ષાનું દ્વિસ્તરીય સ્વરૂપ:

‘શિક્ષક અભિરુચિ કસોટી’ પ્રાથમિક અને મુખ્ય એમ દ્વિસ્તરીય સ્પર્ધાત્મક પરીક્ષા સ્વરૂપની રહેશે.

  • અ) પ્રાથમિક પરીક્ષા :- આ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની રહેશે,
  • બ) મુખ્ય પરીક્ષા :- આ પરીક્ષા વર્ણનાત્મક લેખિત સ્વરૂપની રહેશે.

અ) પ્રાથમિક પરીક્ષા (Preliminary Exam) નું સ્વરૂપ :

પ્રાથમિક પરીક્ષા ૨૦૦ ગુણની MCQ (Multiple Choice Question) આધારિત હશે. જેમાં ૧૦૦ ગુણનો પ્રથમ ભાગ તમામ ઉમેદવારો માટે એકસરખો રહેશે અને ૧૦૦ ગુણનો બીજો ભાગ જે તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરે છે તે વિષય આધારિત હશે. આ કસોટીના બંને વિભાગ ફરજીયાત રહેશે આ કસોટીના બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે MCQ આધારિત આ કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબદીઠ 0.૨૫ માર્કસનું નકારાત્મક મૂલ્યાંકન (Negative Marking) રહેશે.

  • આ કસોટી બે વિભાગમાં રહેશે. વિભાગ-૧માં ૧૦૦પ્રશ્નો રહેશે તથા વિભાગ-૨માં ૧૦૦ પ્રશ્નો રહેશે.
  • આ કસોટીમાં કુલ-૨૦૦ પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રનો સળંગ સમય ૧૮૦ મિનિટનો રહેશે.
  • આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની(Multiple Choice Question) OMR આધારીત રહેશે.
  • આ કસોટીના બંન્ને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે.
  • દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે.
  • દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલા હશે. તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
  • આ કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબદીઠ ૦.૨૫ ગુણ (માઈન્સ) નકારાત્મક મૂલ્યાંકન રહેશે.

વિભાગ-૧: સામાન્ય અભ્યાસ (૧૦૦ પ્રશ્નો) (૧૦૦ ગુણ)

  • (અ) સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો (૨૦પ્રશ્નો) (૨૦ગુણ)
    • બંધારણની મૂળભૂતફરજો (Fundamental duties-Article-51(4)), ગુજરાતી સાહિત્ય, રાજનીતિ અને શાસનતંત્ર(રાજ્ય અને દેશ) પ્રવાહો અને માળખું, વિજ્ઞાન અને ટેકનોલોજી, ખેલકુદ અને રમતો, માનવિભૂતિઓ (દેશ), સંગીત અને કલા, ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, વર્તમાન પ્રવાહો જાણકારી.
  • (બ) શિક્ષક અભિયોગ્યતા (૩૫પ્રશ્નો) (૩૫ગુણ)
    • (૧) શિક્ષણની ફિલસૂફી (૧૦ પ્રશ્નો) (૧૦ ગુણ)
      • કેળવણીના હેતુઓ (સામાજિક, વ્યક્તિગત, વિશિષ્ટ), કેળવર્ણીના સ્વરૂપો (ઔપચારીક, અનૌપચારીક, અધિક, નિરંતર, દૂરવર્તી), શિક્ષણની વિચારધાસ (આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ)
    • (૨) શૈક્ષણિક મનોવિજ્ઞાન (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)
      • વૃદ્ધિ અને વિકાસ, તરુણાવસ્થા, શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ, વૈયક્તિક ભિન્નતાઓ અધ્યયન, બુદ્ધિ, બચાવપ્રયુકિતઓ, પ્રેરણા, વિશિષ્ટ બાળકો, વ્યક્તિત્વ, રસરૂમનોવલણ, અભિયોગ્યતા.
    • (૩) વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન (૧૦ પ્રશ્નો) (૧૦ ગુણ)
      • વર્ગવ્યવહાર, મૂલ્યાંકન (બ્લુમસહિત) અને આંકડાશાસ્ત્ર, શિક્ષણ અને ટેકનોલોજી, ક્રિયાત્મક સંશોધન.
  • (ક) તાર્કીક અભિયોગ્યતા (૧૫ પ્રશ્નો) (૧૫ગુણ)
  • (ડ) ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય (લેખન, વાંચન, કથન, શ્રવણ કૌશલ્ય)(૧૫ પ્રશ્નો)(૧૫ ગુણ) વ્યાકરણ(જોડણી, વિરોધી, સમાનાર્થી, શબ્દસમૂહ માટે એક શબ્દ, વિરામચિન્હો,અનેકાર્થી, પર્યાયીશબ્દોવિગેરે), સંક્ષેપલેખન, સારગ્રહણ, ભૂલ શોધ અને સુધારણા, શીર્ષક, સારાંશ,
  • (ઇ) અંગ્રેજી ભાષાની જાણકારી (ધોરણ-૧૨સુધી) (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ) સામાન્ય વ્યાકરણ, ભાષાંતર, સ્પેલીંગ સુધારણા કરવી, શબ્દરચના, ચિત્ર આધારીત પ્રશ્નો વગેરે.

વિભાગ-૨ ખાસ વિષયની કસોટી (૧૦૦ પ્રશ્નો) (૧૦૦ ગુણ)

  • (અ) વિષયવસ્તુ (૮૦ પ્રશ્નો) (૮૦ ગુણ)
    • -સંબંધિત વિષયના ધોરણ-૯ થી ૧૦ ના ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ
    • -પરીક્ષાના અભ્યાસક્રમની વિષયવસ્તુની કઠિનતા સ્નાતક કક્ષાની રહેશે.
  • (બ) વિષયવસ્તુ આધારીત પદ્ધતિના પ્રશ્નો (૨૦પ્રશ્નો) (૨૦ગુણ)

પરીક્ષાનું માધ્યમ

  • આ કસોટી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ માધ્યમમાં યોજવામાં આવશે. ઉમેદવાર ત્રણેય પૈકી કોઈપણ માધ્યમ પસંદ કરી શકશે. તેઓએ જે માધ્યમમાં પ્રાથમિક પરીક્ષા પાસ કરી હશે એજ માધ્યમમાં મુખ્ય કસોટી આપવાની રહેશે. ત્રણેય માધ્યમની કસોટીના પ્રશ્નપત્ર સરખા/અલગ રહેશે.

બ) મુખ્ય કસોટી (Mains Exam)નું સ્વરૂપ:

  • પ્રાથમિક કસોટીમાં Cut off કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો માટે મુખ્ય કસોટી યોજાશે જે વર્ણનાત્મક લેખિત સ્વરૂપની હશે. આ કસોટીમાં પ્રશ્નપત્રોનું માળખું નીચે મુજબ હશે.
    પ્રશ્નપત્ર-૧:ભાષા ક્ષમતા (કોષ્ટક-૧ મુજબ)
    • અ) ગુજરાતી ભાષા ક્ષમતા (ગુજરાતી માધ્યમ માટે) ૧૦૦ ગુણ અથવા
    • બ) હિન્દી ભાષા ક્ષમતા (હિન્દી માધ્યમ માટે) ૧૦૦ ગુણ અથવા
    • ક) અંગ્રેજી ભાષા ક્ષમતા (અંગ્રેજી માધ્યમ માટે) ૧૦૦ ગુણ

પ્રશ્નપત્ર-ર: વિષયવસ્તુ (Content) અને પદ્ધતિશાસ્ત્ર (Pedagogy)- ૧૦૦ગુણ (કોષ્ટક-૨ મુજબ)

(જે વિષય માટે અરજી કરી હોય તે વિષય અને જે માધ્યમ માટે અરજી કરેલ હોય તે માધ્યમનું પ્રશ્નપત્ર રહેશે)

  • આ મુખ્ય કસોટીના બે પ્રશ્નપત્રો રહેશે. પ્રશ્નપત્ર-૧ માં ગુજરાતી/હિન્દી/ અંગ્રેજી સજ્જતાના ૧૦૦ ગુણ રહેશે તથા પ્રશ્નપત્ર-૨ માં વિષયવસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતાના ૧૦૦ ગુણ રહેશે. આમ આ મુખ્ય પરીક્ષા ૨૦૦ ગુણની રહેશે.
  • આ પરીક્ષામાં વિષયવસ્તુનો અભ્યાસક્રમ ધોરણ-૯ થી ૧૦ નો રહેશે તેમજ તેમનું કઠિનતા અને અનુબંધ સ્નાતક કક્ષાનું રહેશે.

પ્રશ્નપત્ર-૧ માં ૧૦૦ ગુણ માટેનો સમય ૧૫૦ મિનીટનો રહેશે.

પ્રશ્નપત્ર-૨ માં ૧૦૦ ગુણ માટેનો સમય ૧૮૦ મિનીટનો રહેશે.

પ્રશ્નપત્ર-૧ ગુજરાતી/હિન્દી સજ્જતા (કોષ્ટક-૧) (૧૦૦ ગુણ)

અભ્યાસક્રમ અથવા પ્રશ્નસ્વરૂપ

૧. નિબંધ : આશરે ૨૫૦ થી ૩૦૦ શબ્દોમાં (વર્ણનાત્મક વિશ્વેષાત્મક, ચિંતનાત્મક /સાંપ્રત સમય પર આધારિત)

૨. સંક્ષેપીકરણ આપેલ ગદ્યમાંથી આશરે ૧/૩ ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ

3. પત્ર લેખન : (આશરે ૧૦૦ શબ્દોમાં) (અભિનંદન/શુભેચ્છા/વિનંતી/ફરિયાદવગેરે)

૪. ચર્ચાપત્ર (આશરે ૨૦૦ શબ્દોમાં) (વર્તમાનપત્રમાં પ્રજાના પ્રશ્નો/ સાંપ્રત સમસ્યાઓ વ્યક્તિગત અભિપ્રાય દર્શાવતું ચિત્ર)

પ. વ્યાકરણ (સૂચવ્યા મુજબ જવાબ લખો)

  • 1. રૂઢિપ્રયોગનો અર્થ અને વાક્ય પ્રયોગ
  • 2. કહેવતોનો અર્થ
  • ૩. સમાસનો વિગ્રહ અને ઓળખ
  • 4. છંદ ઓળખાવો
  • 5. અલંકાર ઓળખાવો
  • 6. શબ્દસમૂહ માટે એક શબ્દ
  • 7. જોડણી શુદ્ધિ
  • 8. લેખનશુદ્ધિ, ભાષાશુદ્ધિ
  • 9. સંધિ – જોડો કે છોડો
  • 10. વાક્ય રચનાના અંગો વાક્યના પ્રકાર વાક્ય પરિવર્તન

અથવા

પ્રશ્નપત્ર-૧ અંગ્રેજી સજજતા (કોષ્ટક-૧) (૧૦૦ ગુણ)

અભ્યાસકમ અથવા પ્રશ્ન સ્વરૂપ 

  1. અહેવાલ લેખન (લગભગ 200 શબ્દોમાં) સત્તાવાર કાર્ય/ઇવેન્ટ/ફીલ્ડ ટ્રીપ સર્વે વગેરે પરનો અહેવાલ.
  2. વિઝ્યુઅલ માહિતી પર લખવું (લગભગ 150 શબ્દોમાં) ગ્રાફ/ઇમેજ/ફ્લો ચાર્ટ/ તુલનાત્મક કોષ્ટક/સરળ/ આંકડાકીય માહિતી વગેરે પરનો અહેવાલ.
  3. ઔપચારિક ભાષણ (લગભગ 150 શબ્દોમાં) એક ભાષણ (ઔપચારિક શૈલીમાં) જે ઔપચારિક કાર્યમાં વાંચવામાં આવે છે. આ ઉદ્ઘાટન ભાષણ, શૈક્ષણિક પરિસંવાદ/કોન્ફરન્સ, મહત્વનો ઔપચારિક સમારોહ વગેરે હોઈ શકે છે.
  4. અરજી/પત્ર લેખન (લગભગ 150 શબ્દોમાં)
  5. વ્યાકરણ
    1. કાળ
    2. અવાજ
    3. વાક્યોનું રૂપાંતર
    4. વર્ણન (પ્રત્યક્ષ-પરોક્ષ)
    5. લેખો અને નિર્ધારકોનો ઉપયોગ
    6. દરખાસ્તોનો ઉપયોગ
    7. રૂઢિપ્રયોગાત્મક અભિવ્યક્તિઓનો ઉપયોગ
    8. વહીવટી શબ્દાવલિ
    9. સમાનાર્થી/વિરોધી શબ્દો
    10. Phrasal ક્રિયાપદોનો ઉપયોગ
    11. લગાવે છે
    12. શબ્દ કે જે હોમોનિમ્સ/હોમોફોન્સ જેવા મૂંઝવણનું કારણ બને છે
    13. એક-શબ્દ અવેજી
    14. સંયોજક ઉપકરણો/કનેક્ટિવ્સ/લિંકર્સ

પ્રશ્નપત્ર-૨ : વિષયવસ્તુ અને વિષય પદ્ધતિ રાતા (કોષ્ટક-૨) (૧૦૦ ગુણ)

(જે વિષય માટે અરજી કરી હોય તે વિષયનું પ્રશ્નપત્ર રહેશે)

કૃમઅભ્યાસક્રમ અથવા પ્રશ્ન સ્વરૂપગુણભાર
મુદ્દાસર જવાબ આપો (૨૦૦ થી ૨૫૦ શબ્દોમાં પાંચમાંથી કોઇપણ ત્રણ (દરેકના ૦૮ ગુણ)૨૪
 માગ્યા પ્રમાણે જવાબ આપો (૧૫૦ થી ૨૦૦ શબ્દોમાં) છ માંથી કોઇપણ ચાર (દરેકના 0૬ ગુણ)૨૪
માગ્યા પ્રમાણે જવાબ આપો (૧૦૦ થી ૧૫૦ શબ્દોમાં) સાતમાંથી કોઇપણ પાંચ (દરેકના 4 ગુણ)૨૦
એક કે બે વાક્યમાં જવાબ આપો.
દસ  ફરજીયાત  (દરેકના ૦૨ ગુણ)
૨૦
હેતુલક્ષી પ્રશ્નો (દરેકના ૧ ગુણ)
ખાલી જગ્યા પૂરો/ જોડકાં જોડો/ સાચા-ખોટા/ વગેરે (૧૨ ગુણ)
૧૨

FAQ : TAT માધ્યમિક પરીક્ષા 2023

TAT માધ્યમિક પરીક્ષા 2023 ની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે ?

TAT માધ્યમિક પરીક્ષા 2023 ની ઓફિસિયલ વેબસાઈટ https://sebexam.org/ છે.

Similar Posts