અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં આ તારીખે થશે ભારે વરસાદ, જાણો ક્યા જિલ્લામાં વરસાદ ખાબકશે! » Digital Gujarat
| |

અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં આ તારીખે થશે ભારે વરસાદ, જાણો ક્યા જિલ્લામાં વરસાદ ખાબકશે! » Digital Gujarat

માહિતી ગમી હોય તો વોટ કરો post

અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં આ તારીખે થશે ભારે વરસાદ, જાણો ક્યા જિલ્લામાં વરસાદ ખાબકશે! » Digital Gujarat : આ અર્તીક્લમાં આપણે અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં આ તારીખે થશે ભારે વરસાદ, જાણો ક્યા જિલ્લામાં વરસાદ ખાબકશે! » Digital Gujarat વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gujarat Monsoon: નમસ્કાર મિત્રો, હવે વરસાદની ઋતુ આવી ગઇ છે ત્યારે અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે. આ તારીખે ગુજરાતમાં વાવાઝોડા સાથે ખાબકશે વરસાદ. અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, 21મીની આસપાસ ડીપ ડિપ્રેશન બંગાળના ઉપસાગરમાં બનશે. અરબ સાગરમાં પણ લો પ્રેશર બનશે જેના કારણે ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદ થઇ શકે છે.

અંબાલાલ પટેલની આગાહી – Gujarat Monsoon

નૈઋત્યનું ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. આજે તે મુંબઈ પહોંચી જશે તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહી કરી છે. ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, નૈઋત્યનું ચોમાસું દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે. ચોમાસું તારીખ 10 કે 11 સુધીમાં મુંબઈમાં આવી પહોંચશે. મુંબઈના દક્ષિણ માર્ગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

જાણો ક્યા જિલ્લામાં વરસાદ ખાબકશે!

Gujarat Monsoon: આ સાથે તેમણે વધુમાં જણાવ્યુ છે કે, તારીખ 12 સુધીમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થશે. કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલની આગાહી: અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, 21મીની આસપાસ ડીપ ડિપ્રેશન બંગાળના ઉપસાગરમાં બનશે. અરબ સાગરમાં પણ લો પ્રેશર બનશે. દેશના જમીનના ભિન્ન ભિન્ન ભાગમાં પણ લો પ્રેશર બનશે. ગંગા જમનામાં પણ લો પ્રેશર બનશે. આ લો પ્રેશરને કારણે બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં જે વહન આવશે તે એકબીજા સાથે ભટકાઇ પડશે. જેના કારણે રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થશે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ થઇ શકે છે. 21 જૂન બાદનું ચોમાસું વધારે ભેજવાળું બનશે.

આ પણ વાચો: ગુજરાતમાં આજથી વરસાદની શરૂઆત થશે, જુઓ કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી આપાઇ, જાણો સંપુર્ણ માહિતી

Gujarat Monsoon: તો બીજી બાજુ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ચાર દિવસ દરમિયાન જે સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે તેમાં પંચમહાલ, દાહોદ, મહીસાગરનો સમાવેશ થાય છે. પાંચમા દિવસ માટે સૌરાષ્ટ્ર રિઝન સહિત ગુજરાતના જે વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની આગાહી છે, તેમાં સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અમેરલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ સાથે હવામાન વિભાગે પણ જણાવ્યુ છે કે, આજથી 13 જૂન સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે 30થી 40 કિમીની ઝડપે પવન ફુંકાવવાની પણ આગાહી કરવામાં આવી છે.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં આ તારીખે થશે ભારે વરસાદ, જાણો ક્યા જિલ્લામાં વરસાદ ખાબકશે! » Digital Gujarat જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts