Amul Curd Price Hike: અમૂલ દ્વારા દૂધ બાદ હવે દહીંના ભાવમાં વધારો
| |

Amul Curd Price Hike: અમૂલ દ્વારા દૂધ બાદ હવે દહીંના ભાવમાં વધારો

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Amul Curd Price Hike: અમૂલ દ્વારા દૂધ બાદ હવે દહીંના ભાવમાં વધારો : આ અર્તીક્લમાં આપણે Amul Curd Price Hike: અમૂલ દ્વારા દૂધ બાદ હવે દહીંના ભાવમાં વધારો વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Amul Curd Price Hike: આણંદ સ્થિત ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટીંગ ફેડરેશન-આણંદ દ્વારા અમૂલ બ્રાન્ડનાં ગોલ્ડ, શક્તિ, ટી-સ્પેશિયલ, કાઉ મિલ્ક, બફેલો મિલ્કના ભાવોમાં 3જી જૂનથી પ્રતિ લીટર 1 થી 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત, દિલ્હી અને એનસીઆરમાં પ્રતિદિન લાખો લીટર દૂધનું વેચાણ થતું હોવાથી માત્ર 1 થી 3 રૂપિયાનો ભાવ વધારો પણ લોકોના ખિસ્સા પર મોટું આર્થિક ભારણ ઊભું કરે છે.

મસ્તી દહીંના ભાવમાં વધારો

આ ભાવ વધારા બાદ હવે ફેડરેશને અમૂલ મસ્તી દહીં બ્રાન્ડના ભાવોમાં પણ વધારો કર્યો છે. મસ્તી દહીંના 200 ગ્રામના પેકેટની કિંમત હવે 18 રૂપિયાને બદલે 19 રૂપિયા થઈ ગઈ છે. 200 ગ્રામના બકેટની કિંમત 22 રૂપિયાથી વધીને 23 રૂપિયા થઈ છે.

400 ગ્રામના પેકેટની કિંમત 34 રૂપિયાથી વધારીને 35 રૂપિયા કરવામાં આવી છે, જ્યારે 1 કિલોના પેકેટની કિંમત 72 રૂપિયાથી વધીને 75 રૂપિયા થઈ ગઈ છે. સૌથી મોટો વધારો 1 કિલોના બકેટમાં જોવા મળ્યો છે, જેની કિંમત 100 રૂપિયાથી વધારીને 110 રૂપિયા કરવામાં આવી છે.

આ પણ વાંચો: આંખમાં આંસુ લાવી દે તેવો Video: મેટ્રો નીચે ફસાયેલા વ્યક્તિને લોકોએ આ રીતે બચાવ્યો!

અમૂલ મસ્તી દહીંના નવા ભાવ:

પેકનું કદજૂની કિંમત (₹)નવી કિંમત (₹)
200 ગ્રામ1819
200 ગ્રામ (બકેટ)2223
400 ગ્રામ3435
1 કિલો7275
1 કિલો (બકેટ)100110

ભાવ વધારાનું કારણ અને આગળની શક્યતાઓ

દૂધના ભાવ વધારા પાછળ વધતા ઉત્પાદન ખર્ચને જવાબદાર ગણાવતા ફેડરેશને હવે દહીંના ભાવમાં પણ વધારો કર્યો છે. દહીંના ભાવ વધારા બાદ હવે અન્ય ડેરી પેદાશોના ભાવોમાં પણ વધારો થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

આ પણ વાંચો:



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Amul Curd Price Hike: અમૂલ દ્વારા દૂધ બાદ હવે દહીંના ભાવમાં વધારો જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts