શુ તમારી પાસે પણ * માર્કવાળી 500 રૂપિયાની નોટ છે? તો જાણો RBI એ શુ કહ્યું ? » Digital Gujarat
| |

શુ તમારી પાસે પણ * માર્કવાળી 500 રૂપિયાની નોટ છે? તો જાણો RBI એ શુ કહ્યું ? » Digital Gujarat

5/5 - (1 vote)

શુ તમારી પાસે પણ * માર્કવાળી 500 રૂપિયાની નોટ છે? તો જાણો RBI એ શુ કહ્યું ? » Digital Gujarat : આ અર્તીક્લમાં આપણે શુ તમારી પાસે પણ * માર્કવાળી 500 રૂપિયાની નોટ છે? તો જાણો RBI એ શુ કહ્યું ? » Digital Gujarat વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


RBI દ્વારા 2000 રૂપિયાની ગુલાબી ચલણી નોટ ચલણમાંથી પાછી ખેંચવામાં આવી છે અને ત્યારથી જ સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર કેટલાક મેસેજ વાયરલ થઇ રહ્યા છે જેમાંથી કેટલાક મેસેજમાં 100 રૂપિયાની નોટ બંધ થવાની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તો વળી બીજા એક મેસેજમાં 500 રૂપિયાની નવી ચલણી નોટને બનાવટી છે એવુ કહેવામાં આવી રહ્યુ છે. હવે આ બધા જ મેસેજ પર ખુદ RBIએ સ્પષ્ટતા કરી છે તેના વિશે માહિતી મેળવીશુ.

શુ તમારી પાસે પણ * માર્કવાળી 500 રૂપિયાની નોટ છે? તો જાણો RBI એ શુ કહ્યું ?

500 રૂપિયાની નોટને લઈને એવો દાવો કરવામાં આવ્યો છે કે સ્ટાર માર્કવાળી 500 રૂપિયાની કેટલીક નોટો બજારમાં ફરી રહી છે અને આ તમામ સ્ટાર માર્કવાળી નોટ બનાવટી છે. પરંતુ હવે RBIએ આ સ્ટાર માર્કવાળી નોટ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે મેસેજમાં કરવામાં આવેલો દાવો તદન ખોટો છે અને આ નોટ પણ એટલી જ અસલી છે જેટલી ચલણમાં રહેલી બાકીની 500 રૂપિયાની નોટ.

અમુક વાઈરલ પોસ્ટમાં જે દાવા કરવામાં આવી રહ્યા છે તે તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. અહીંયા તમારી જાણ માટે કે જ્યારથી સરકાર દ્વારા 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચવામાં આવી છે ત્યારથી જ 500 રૂપિયાની નોટને લઈને પણ લોકોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાચો: જાણો માટલાનુ પાણી પીવાથી કેટલા ફાયદા થાય છે તમને જાણીને નવાઇ લાગશે

Reserve Bank Of India(RBI) દ્વારા ગુરુવારે રૂ. 500ની આ સ્પેશિયલ નોટો અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે સ્ટાર (*) માર્કવાળી નોટ એકદમ અસલી છે અને 10 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની આવી અનેક નોટો હાલમાં ચલણમાં છે. આ નોટમાં સિરીયલ નંબરના 3 અક્ષરો પછી એક સ્ટાર માર્ક મૂકવામાં આવ્યું છે અને ત્યાર બાદ બાકીના નંબરો લખવામાં આવ્યા છે અને આ નંબરની સાથે સ્ટાર માર્કવાળી નોટનો અર્થ એવો છે કે આવી નોટ બદલાવવામાં આવેલી કે પછી તેને રિ-પ્રિન્ટ કરવામાં આવી છે.

આ ઉપરાંત આરબીઆઈએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે આવી સ્ટાર માર્કવાળી નોટો 2006થી ચલણમાં છે. શરૂઆતમાં માત્ર સ્ટારનું ચિહ્ન ધરાવતી રૂપિયા 10, 20 અને 50 રૂપિયાની નોટો જ છાપવામાં આવતી હતી, પરંતુ હવે વધુ મૂલ્યની નોટો પણ છપાવવા લાગી છે. જ્યારે પણ આવી ચલણી નોટો જારી કરવામાં આવે છે, ત્યારે તેમના પેકેટ પર એક સ્ટ્રીપ મૂકવામાં આવે છે. તેના પર લખેલું છે કે પેકેટમાં સ્ટાર સિમ્બોલવાળી નોટ્સ છે જેને કારણે તેની સરળતાથી ઓળખ કરી શકાય.સમાપન


આ લેખ દ્વારા, અમે તમને શુ તમારી પાસે પણ * માર્કવાળી 500 રૂપિયાની નોટ છે? તો જાણો RBI એ શુ કહ્યું ? » Digital Gujarat જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts