Gram Sevak Bharti 2023 Provisional Merit List PDF : ગ્રામ સેવક ભરતી પ્રોવિઝનલ મેરીટ યાદી જાહેર : પંચાયત બોર્ડ દ્વારા કામ ચલાઉ યાદી જાહેર કરી છે. જે નીચે આપલે છે.
મિત્રો આપણે આર્ટિકલમાં ગુજરાત ગ્રામ સેવક ભરતી પ્રોવિઝનલ મેરીટ યાદી જાહેર કરી છે. તેના વિશે આપણે માહિતી મેળવીશું તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.

Contents
Gram Sevak Bharti 2023 Provisional Merit List PDF (ગ્રામ સેવક ભરતી પ્રોવિઝનલ મેરીટ યાદી જાહેર)
સંસ્થાનું નામ | ગુજરાત પંચાયત સર્વિસ |
પોસ્ટનું નામ | Gram sevak Additional Provisional Merit List |
જાહેર થયેલ યાદી નું નામ | ગ્રામ સેવક વર્ગ 3 કામચલાઉ મેરિટ યાદી |
ઓફિસિયલ વેબસાઈટ | https://gpssb.gujarat.gov.in/ |
જુઓ Gram sevak Additional Provisional Merit List સૂચનાઓ
- જાહેરાત મુજબની કુલ ભરવાપાત્ર જગ્યાઓની સામે ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણીના હેતુ માટે જરુરીયાત મુજબના ઉમેદવારોનો આ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવેશ કરવામાં આવેલ છે.
- ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી આધારે આ લીસ્ટમાંથી યોગ્ય ઉમેદવારોનો જે તે કેટેગરીમાં સમાવેશ કરી ફાઇનલ સીલેકટ લીસ્ટ બનાવવામાં આવશે.
- ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી અંગેની તારીખ-સમય-સ્થળ અંગેની જાહેરાત હવે પછી મંડળની વેબસાઇટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે.
- આ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણીના હેતુ માટેનું હોઇ, એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં નામ હોવાને કારણે કોઇ પણ ઉમેદવારનો ફાઇનલ સીલેકટ લીસ્ટમાં સમાવેશ થઇ જશે તેમ માનવાને કારણ નથી તથા તેને કારણે ઉમેદવારનો કોઇ હકક પણ ઉભો થતો નથી.
- ઉમેદવારોનો આ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવેશ તેમણે ભરતી પરીક્ષામાં મેળવેલ માર્ક તથા ઓનલાઇન ફોર્મમાં ઉમેદવારે ભરેલ વિગતોને આધારે સમાવેશ થયેલ છે.
- ઉમેદવારને જ્યારે જે સમયમર્યાદામાં પોતાના પ્રમાણપત્રો ચકાસણી માટે બોલાવવામાં આવે ત્યારે ઉમેદવારે પોતે પોતાના અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહી પોતે ઓનલાઇન અરજીમાં ભરેલી વિગતોની તથા જરુરી લાયકાતોની સત્યતાની ખાત્રી કરાવવી પડશે.
- આવી ખાત્રી કરાવવામાં નિષ્ફળ થનાર ઉમેદવારને “ગેરલાયક” (DISQUALIFIED) ઠરાવવામાં આવશે.
- મંડળ ધ્વારા નિયત કરવામાં આવેલ તારીખ/સમયગાળા મુજબ જે ઉમેદવાર પ્રમાણપત્ર ચકાસણીમાં ગેરહાજર (ABSENT) રહેશે, તેવા ઉમેદવારને “ગેરલાયક” (DISQUALIFIED) ગણવામાં આવશે, અને તેવા ઉમેદવારોનો ત્યારબાદ ભવિષ્યમાં પસંદગી/નિમણુંક માટેનો કાયદેસરનો હક્ક રહેશે નહિ.
- પ્રમાણપત્ર ચકાસણીમાં જે ઉમેદવારે ઉપરોક્ત સંવર્ગના ભરતી નિયમો મુજબ તથા જાહેરાતની જોગવાઇ મુજબની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, જાતિ પ્રમાણપત્ર તથા જાહેરાતમાં દર્શાવ્યા મુજબના અન્ય પ્રમાણપત્રો ધરાવતા નહી હોય તેવા ઉમેદવારોને “ગેરલાયક” (DISQUALIFIED) ઠરાવવામાં આવશે, તેમજ માન્ય રમતગમત અંગેના નિયત પ્રમાણપત્રો/વિધવા હોવા અંગેના માન્ય પ્રમાણપત્રો નહી ધરાવતા ઉમેદવારોને વધારાના ગુણ મળવાપાત્ર થશે નહિ.
ઉપયોગી લીનક્સ
જુઓ મેરીટ યાદી PDF | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત Gram Sevak Bharti 2023 Provisional Merit List PDF કરી છે. જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.