Vahli Dikri Yojana 2023, વ્હાલી દીકરી યોજના
| | |

Gujarat Vahli Dikri Yojana 2024 : વ્હાલી દીકરી યોજના અંતર્ગત 1,10,000 સુધીની સહાય, અહીંથી જુઓ સંપૂર્ણ માહિતી

google news
4.3/5 - (26 votes)

Gujarat Vahli Dikri Yojana 2024 : વ્હાલી દીકરી યોજના : ગુજરાત રાજ્યમાં દીકરીનો જન્મદરને વધારવા અને શિક્ષણમાં સુધારો કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્વ છે અનેઆજ પ્રતિબદ્ધતા ને સાર્થકકરવા માટે વધુ પ્રયત્નની જરૂર હોઈ ગુજરાત સરકાર દ્વારા 2019-20ના બજેટમાં વ્હાલી દીકરી યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના દીકરીઓના જન્મને વધારવા અને શિક્ષણને સુનીશ્ચિત કરવા માટે થઈને શરૂ કરવામાં આવી છે.

આ આર્ટીકલમાં આપણે Gujarat Vahli Dikri Yojana 2024 વિષે માહિતી મેળવીશું. અન્ય સમસ્યા હોય તો કોમેન્ટ કરી જણાવજો.

Gujarat Vahli Dikri Yojana 2024 : વ્હાલી દીકરી યોજના અંતર્ગત 1,10,000 સુધીની સહાય, અહીંથી જુઓ સંપૂર્ણ માહિતી

Gujarat Vahli Dikri Yojana 2024 (ગુજરાત વ્હાલી દીકરી યોજના)

યોજનાનું નામ શું ?વ્હાલી દીકરી યોજના
લાગુ રાજ્યગુજરાત
જે તે વિભાગનું નામમહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય
અરજી પ્રક્રિયાઓફલાઈન
શું છે? યોજનાનો ઉદ્દેશદીકરીઓનું જન્મ પ્રમાણ વધારવાનું
સહાયની રકમ1 લાખ 10 હજાર રૂપિયા
ઓફિસીયલ વેબસાઈટwcd.gujarat.gov.in

શું છે ? Vahli Dikri Yojana 2024

ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી ને પ્રોત્સાહન આપવા અને ભૃણ હત્યા રોકવા માટે વ્હાલી દીકરી યોજના વર્ષ 2018 માં શરૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. દિકરીઓમાં શિક્ષણ નું પ્રમાણ વધે અને ઉચ્ચ અભ્યાસ કરવાનો થાય ત્યારે શિક્ષણમાં આર્થિક બોજ ન લાગે એ માટે થઈને આ યોજના શરૂ કરવામાં આવી છે. શિક્ષણમાં થતા ડ્રોપ આઉટ રેશિયા ને ઘટાડવા માટે પણ આ યોજના ખુબજ ઉપયોગી થશે.

જાણો વ્હાલી દીકરી યોજના મળવાપાત્ર સહાય

  • દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે રૂ.૪૦૦૦/-ની સહાય.
  • દીકરી ૯માં ધોરણમાં આવે ત્યારે રૂ.૬૦૦૦/-ની સહાય.
  • દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.૧,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય.
  • દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.

જુઓ વ્હાલી દીકરી યોજના ના ઉદ્દેશ શું છે?

  • દિકરીઓનું જન્મનું પ્રમાણ વધારવું
  • દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો
  • દીકરી/સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું.
  • બાળ લગ્ન અટકાવવા

વ્હાલી દીકરી યોજના પરિપત્ર વાંચો

મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા તારીખ 31/07/2019 ના રોજ વ્હાલી દીકરી યોજના નો ઓફિશિયલ પરિપત્ર કરીને આ યોજનાનો અમલ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યો હતો. રાજ્યમાં દિકરીઓનું શિક્ષણ સુધરે, બાળ લગ્નમાં ઘટાડો થાય તેમજ સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરણ થાય એ ઉદ્દેશ થી આ યોજના ને શરુ કરવામાં આવી છે.

વ્હાલી દીકરી યોજના લાભાર્થીની પાત્રતા કોણ કોણ ?

  • તારીખ 02/08/2019 બાદ જન્મ થયેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળશે.
  • દંપતી ની વધુમાં વધુ 2 દીકરીઓને આ યોજના નો લાભ મળશે.
  • દંપતીની પ્રથમ અને દ્વિતીય દીકરી બંનેને લાભ મળવાપાત્ર થશે, પરંતુ દ્વિતીય દીકરી પછી સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ.
  • પ્રથમ દીકરો અને બીજી દીકરી હોય તો બીજી દીકરીને સહાય મળવાપાત્ર થશે. પરંતુ બીજી દિકરી પછી સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ.
  • પ્રથમ દીકરી અને બીજી બંને દીકરી (જોડિયા) કે તેથી વધુ સાથે જન્મવવાના અપવાદરૂપ કિસ્સામાં તમામ દીકરીઓને આ યોજના નો લાભ મળવા પાત્ર થશે. પરંતુ દ્વિતીય દિકરી પછી સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ.

વ્હાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • દીકરીનું જન્મનું પ્રમાણપત્ર
  • માતા પિતાનું આધારકાર્ડ
  • માતાના જન્મનું પ્રમાણપત્ર
  • માતાપિતા ની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  • કુટુંબમાં જન્મેલા અને હયાત હોય તેવા બાળકોના જન્મના દાખલા
  • સંતતિ નિયમનનું પ્રમાણપત્ર (બીજું બાળક હોય ત્યારે)
  • નિયત નમુનાનું સક્ષમ અધિકારી જોડે કરેલ દંપતી નું સોગંદનામું

જુઓ ગુજરાત વ્હાલી દીકરી યોજના અરજી પક્રિયા શું છે?

વ્હાલી દીકરી યોજના નો લાભ લેવા માટે લાભાર્થી એ નજીકના આંગણવાડી કેન્દ્ર કે ગ્રામ પંચાયત અથવા સીડીપીઓ કચેરી કે મહિલા બાળ વિકાસ ની કચેરીમાંથી ઓફલાઇન ફોર્મ વિનામૂલ્યે મેળવી શકે છે. ફોર્મ માં માંગેલી તમામ વિગતો સચોટ રીતે ભરી ને જરૂરી ડોક્યુમેન્ટ જોડીને આંગણવાડી કેન્દ્ર અથવા નજીકની લાગુ પડતી કચેરીમાં જમા કરવાવવાનું રહેશે. અરજી કર્યાના 15 દિવસ માં અરજદાર ને અરજી મંજુર થઈ કે નહીં તેની જાણ કરવાની રહેશે.

ઉપયોગી લીનક્સ

વ્હાલી દીકરી યોજનાનું ફોર્મઅહી ક્લીક કરો
વ્હાલી દીકરી યોજનાનો પરિપત્રઅહીં ક્લિક કરો
ઓફિસીયલ વેબસાઈટઅહી ક્લીક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત વ્હાલી દીકરી યોજના જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts