Karuna Animal 1962, નિશુલ્ક પશુ સારવાર યોજના
| | |

Karuna Animal 1962 : નિશુલ્ક પશુ સારવાર યોજના, એક ફોન કરો અને નિ:શુલ્ક પશુ સારવાર મેળવો, 365 દિવસ ઘરે બેઠા નિ:શૂલ્ક પશુ સારવાર ઉપલબ્ધ મળશે

google news
5/5 - (3 votes)

Karuna Animal 1962 : નિશુલ્ક પશુ સારવાર યોજના : ગુજરાત સરકાર દ્વારા 1962 નંબરની ટોલ ફ્રી સુવિધા પશુ સારવાર માટે રજુ કરી છે. જે દરેક જગ્યાએ ઉપલબ્ધ રહેશે.

karuna animal 1962  nishulk pashu sarvar yojana  | pashupalan | કરૂણા એનિમલ ૧૯૬૨ | મફત પશુ સારવાર |

આર્ટીકલ માં મિત્રો આપણે ગુજરાત નિશુલ્ક પશુ સારવાર યોજના 2023  વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચવા વિનંતી.

Karuna Animal 1962 : નિશુલ્ક પશુ સારવાર યોજના, એક ફોન કરો અને નિ:શુલ્ક પશુ સારવાર મેળવો, 365 દિવસ ઘરે બેઠા નિ:શૂલ્ક પશુ સારવાર ઉપલબ્ધ મળશે

Karuna Animal 1962 (નિશુલ્ક પશુ સારવાર યોજના)

અભિયાનનું નામપશુપાલન સારવાર
વિભાગવન વિભાગ,ગુજરાત
હેલ્પલાઈન નંબર1962
Govt.Official Websitehttps://doah.gujarat.gov.in/

નિશુલ્ક પશુ સારવાર યોજના

ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખેતીની સાથે સાથે આજે ડેરીના વિકાસના કારણે પશુપાલન પણ અગત્યનો વ્યવસાય વિકાસ પામેલ છે અને પશુપાલન વ્યવસાય ના કારણે આજે ગામડાનો ખેડુ પશુપાલક આર્થિક દ્ષ્ટ્રિએ પગભર થયેલો છે. અને પશુ સંપતિ એ પશુપાલકોના વિકાસ માટે અગત્યનું માધ્યમ છે.

ગુજરાત સરકાર દ્વારા પશુપાલનને લગતી અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકેલ છે. અને આ જ પશુ તંદુરસ્ત રહે તેમને માંદગી વખતે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સરકારે પશુ દવાખાના, કરુણા એનિમલ યોજના વગેરે યોજનાઓ અમલમાં મુકેલ છે.

નાયબ નિયામક પશુપાલન દ્વારા કાર્યરત યોજના

રાજ્યમાં તમામ જિલ્લાઓમાં નાયબ પશુપાલન નિયામક, મદદનીશ પશુપાલન નિયામકની કચેરીઓ કાર્યરત છે જેઓના નિયંત્રણ હેઠળ પશુ દવાખાના, શાખા પશુ દવાખાના, ફરતા પશુ દવાખાના, ૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના, પ્રાથમિક પશુ સારવાર કેન્દો કાર્યરત છે. આ સંસ્થાઓ પૈકી પશુ દવાખાના, ફરતા પશુ દવાખાના, ૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના ખાતે પશુચિકિત્સા અધિકારી મારફતે પશુચિકિત્સા અને પશુ આરોગ્ય સેવાઓ આપવામાં આવે છે.

જ્યારે પ્રાથમિક પશુ સારવાર કેન્દો દ્વારા પશુધન નિરિક્ષક મારફતે IVC Act 1984 ની ૩૦ (બી) મુજબ તા. ૨૯-૧૧-૨૦૧૨ ના નોટીફીકેશન પ્રમાણે પ્રાથમિક પશુ સારવાર તથા રસીકરણની કામગીરી કરવામાં આવે છે. જિલ્લા પંચાયત દ્વારા પશુપાલન ખાતાની વ્યક્તિ લક્ષી યોજનાઓનું અમલીકરણ પણ કરવામાં આવે છે.

દશ ગામ દિઠ એક મોબાઇલ પશુ દવાખાનું

નિયામક શ્રી પશુપાલન દ્વારા દશ ગામ દિઠ એક મોબાઇલ પશુ દવાખાનુ શરૂ કરવામાં આવેલ છે જેના માધ્યમથી પશુચિકિત્સ્ક દ્વારા પશુને નિશુલ્ક સારવાર પુરી પાડવામાં આવે છે.

“કરુણા એનિમલ એમ્બ્યુલન્સ -૧૯૬૨”

રાજ્યના દરેક જિલ્લામાં આરોગ્ય વિભાગની “૧૦૮” ની સેવાની જેમ GVKEMRI દ્વારા રોડ પર કે અન્ય જગ્યાએ અકસ્માતથી ઇજા પામેલ પશુ પક્ષીઓની સારવાર, ઇમરજંસી સારવાર તથા અનાથ અને નિ:સહાય પશુ પક્ષીઓ માટે પશુ ચિકિત્સા સેવાઓ આ એમ્બ્યુલંસ થકી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. “૧૯૬૨” ટોલ ફ્રી નંબર પર ફોન કરવાથી એમ્બ્યુલંસ સ્થળ પર આવી, પશુ ચિકિત્સા અધિકારી દ્વારા નિ:શુલ્ક સારવાર આપવામાં આવે છે.પશુને નિશુલ્ક સારવાર પુરી પાડવામાં આવે છે.

ઉપયોગી લીનક્સ

ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને  Gujarat Karuna Animal 1962 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts