અંબાલાલ પટેલની અગાહી, Ambalal Patel Agahi
| | |

અંબાલાલ પટેલની અગાહી, જુઓ શ્રાવણ નહિ જાય કોરો, આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદ કરશે ધમાકેદાર બેટિંગ

google news
5/5 - (1 vote)

અંબાલાલ પટેલની અગાહી : વરસાદની અંબાલાલ પટેલની અગાહી (Ambalal Patel Agahi) – IMD હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આજે પણ સમગ્ર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. ઉત્તર મધ્યપ્રદેશમાં એક સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા છે. સાથે જ અમદાવાદમાં પણ હળવા વરસાદની સંભાવના છે.

આર્ટીકલ માં મિત્રો આપણે અંબાલાલ પટેલની અગાહી વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચવા વિનંતી.

અંબાલાલ પટેલની અગાહી, Ambalal Patel Agahi

અંબાલાલ પટેલની અગાહી

સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં 159 મીમી વરસાદ થવો જોઈએ, પરંતુ 21 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સરેરાશ 17 મીમી જ વરસાદ નોંધાયો છે. બીજી તરફ રાજકોટમાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આગામી 24 કલાક રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ નોંધાશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વધુ વરસાદ નોંધાશે. અમદાવાદ, ગાંધીનગર,પંચમહાલ, વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે. તો સાબરકાંઠા, બનાસકાંઠા,અરવલ્લી, પાટણ, મેહસાણામાં ભારે વરસાદની સંભાવના છે. હવે બંગાળનું ઉપસાગર સક્રિય થયું છે. હવે રાજ્ય તરફ એક બાદ એક વરસાદી સિસ્ટમ આવશે.

શ્રાવણ મહિના ની આગાહી

હાલ એક વરસાદી ટ્રફ સક્રિય છે જેની અસર 22 ઓગસ્ટ સુધી રહેશે. તો 25 થી 26 ઓગસ્ટ સુધીમાં વધુ એક વરસાદી સિસ્ટમ બનશે. આ વરસાદી સિસ્ટમ ભારે હશે. જે બંગાળની ખાડીમાં વિવિધ વરસાદી સિસ્ટમ આકાર પામશે. એક વોલ માર્ક લો પ્રેશર અને ટ્રીપીકલ સ્ટ્રોમ બનશે. આ વરસાદી સિસ્ટમથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટમાં વરસાદની આગાહી છે. તો દાહોદ, ગોધરા, પંચમહાલ, સાપુતારામાં અતિભારે વરસાદ પડી શકે છે. આ વરસાદી સિસ્ટમની અસર સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ સુધી રહેશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં 22 અને 23 ઓગસ્ટે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. 24, 25 અને 26 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા છે.

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને  અંબાલાલ પટેલની અગાહી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts