શુ તમારુ બાળક વાન કે રીક્ષામાં શાળાએ જાય છે તો જાણો સરકારના નવા નિયમો વિશે. » Digital Gujarat
| |

શુ તમારુ બાળક વાન કે રીક્ષામાં શાળાએ જાય છે તો જાણો સરકારના નવા નિયમો વિશે. » Digital Gujarat

માહિતી ગમી હોય તો વોટ કરો post

શુ તમારુ બાળક વાન કે રીક્ષામાં શાળાએ જાય છે તો જાણો સરકારના નવા નિયમો વિશે. » Digital Gujarat : આ અર્તીક્લમાં આપણે શુ તમારુ બાળક વાન કે રીક્ષામાં શાળાએ જાય છે તો જાણો સરકારના નવા નિયમો વિશે. » Digital Gujarat વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


School Vans and Auto Rules: ઉનાળુ વેકેશન બાદ શાળાઓ ફરીથી શરૂ થઈ છે અને આજથી શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ સમયે શૈક્ષણિક બાબતોની સાથે સાથે અનેક રીક્ષા ચાલકો અને વાન ચાલકો માટે પણ ખાસ નિયમો આવ્યા છે. શાળાઓમાં સ્કૂલ વાનનું આજથી ચેકિંગ શરૂ થશે. આ સાથે રીક્ષામાં 6 અને વાનમાં 12 જ બાળકોને બેસાડી શકાશે તેવા નિયમો પણ બનાવવામાં આવ્યા છે. તો જાણો શું છે અન્ય મોટા ફેરફારો.

સ્કૂલ વાન અને રીક્ષા માટે સરકારના નવા નિયમો – School Vans and Auto Rules

CNG કિટ પર પાટિયુ હશે તો વાહન ડિટેઇન કરાશે

School Vans and Auto Rules: નવા નિયમમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો સીએનજી કિટ પર પાટિયું હશે તો વાહન ડીટેઈન કરવામાં આવશે. રીક્ષામાં 6 અને વાનમાં 12 બાળક બેસાડી શકાશે. આ સિવાય વધુ બાળકો સાથે વાહન ઝડપાશે તો કાર્યવાહી કરાશે. પીક અપ અને ડ્રોપ સ્કૂલ કેમ્પસની અંદર જ કરવાનું રહેશે. આ સિવાય રીક્ષામાં ડ્રાઇવર સીટ પર બાળક નહી બેસાડી શકાય. સ્કૂલ વર્ધી વાહનો પાસે ફિટનેસ સર્ટિફિકેટ હોવું ફરજિયાત રહેશે.

શું છે વાહન ફિટનેસ સર્ટિફિકેટને લઈને નિયમ

School Vans and Auto Rules: વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતા સ્કૂલ વાહન પર નજર રાખવામાં આવશે. ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ પર વાત કરતાં સ્કૂલ વેન અને રીક્ષા ચાલક પર તંત્ર નજર રાખશે. ડ્રાઇવર મોબાઇલ પર વાત કરતા પકડાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શાળાઓ શરૂ થયા બાદ જે સ્કૂલવેનનું રજીસ્ટ્રેશન બાકી છે તેઓને કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. મળી રહેલી માહિતિ અનુસાર હાલમાં 800 જેટલી સ્કૂલ વેનનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. સ્કૂલ વેન માટે રજીસ્ટ્રેશન એકવાર કરાવવાનું હોય છે પરંતુ તેનું ફિટનેસ સર્ટિફિકેટ દર વર્ષે લેવાનો હોય છે.

સ્પીડને લઈને પણ નક્કી કરાયા છે ખાસ નિયમો

School Vans and Auto Rules: સ્કૂલ રીક્ષા અને સ્કૂલ વેન માટે 20 કિલોમીટરની ઝડપ અને મર્યાદા નક્કી કરવામાં આવી છે. તેવી જ રીતે સ્કૂલ બસ માટે 40ની સ્પીડ નક્કી કરવામાં આવી છે. જે માટે સ્કૂલ વેન ચાલકો પાસેથી એક બાંહેધરી પત્ર પણ લેવામાં આવ્યું છે કે તેઓ સ્પીડમાં ગાડી નહીં હંકારે. શાળાના સંચાલકોને પણ સૂચના આપવામાં આવી છે કે સ્કૂલે આવતા-જતા વાહનો નિયમનું પાલન કરે છે કે નહિ તેનું ધ્યાન રાખતા રહે. 

આ પણ વાચો: રેશનકાર્ડ ધારકો માટે સારા સમાચાર, હવેથી ફ્રીમાં મળશે રાશન, રાજ્ય સરકારે જાહેરાત કરી

સ્કૂલ બસ માટે સરકારે જાહેર કરેલા નિયમો(School Vans and Auto Rules)

  • બસમાં GPS અને CCTVની વ્યવસ્થા ફરજિયાતપણે કરવાની રહેશે.
  • સ્પીડ ગર્વનર લગાવવું અને ગતિ મર્યાદા 40 કિ.મી. પ્રતિ કલાકની હોવી જોઈએ..
  • ડ્રાઈવરની માહિતી (નામ, સરનામું, લાયસન્સ નંબર, ટેલીફોન નં.) અને શાળાનો નંબર બસની અંદર કે બહારની તરફ સ્પષ્ટપણે વંચાય તેમ લખવો.
  • બસની બારીઓ પર આડી પટ્ટી કે જાળી લગાવવી ફરજિયાત.
  • પાતકાલીન દરવાજો, તેમજ આ દરવાજા પર વિશ્વનીય લોક હોવું અનિવાર્યા.
  • બસમાં પડદા કે કાચ પર ફિલ્મ લગાવવી નહીં.
  • સ્કૂલ બસનો રંગ પીળો, તેમજ બસની આગળ અને પાછળના ભાગે સ્કૂલનું નામ મોટા અક્ષરે લખવું.
  • સ્કૂલ બસની બેઠકો બિન-દહનશીલ પદાર્થથી બનેલી હોવી જોઈએ.
  • પ્રાથમિક સારવાર પેટી અને પીવા માટેનું પાણી હોવું જોઈએ.
  • બાળકોના સ્કૂલ બેગને વ્યવસ્થિત મૂકવા માટેની પુરતી જગ્યા હોવી જોઈએ.
  • સ્કૂલ બસમાં એલાર્મ કે મોટા અવાજવાળું ધ્વનિ સંકેતનું સાધન હોવું જોઈએ જેથી, આપત્તિના સમયે ચેતવણી આપી શકાય.
  • બસની અંદર પુરતી પ્રકાશ વ્યવસ્થા હોવી જોઈએ, અંદર થતી પ્રવૃત્તિઓ બહારથી દ્રશ્યમાન થાય તેવી ડિઝાઈન રાખવી.

સ્કૂલ વાન અને રીક્ષા માટેના નિયમો – School Vans and Auto Rules

  • આવા વાહનોમાં સારવાર પેટી અને પીવાનું પાણી તેમજ અગ્નિશામક સાધનો ફરજિયાત રાખવા જોઈએ.
  • બાળકોને બેસવા માટેનું સીટ કુશન સાદી સપાટીવાળું હોવું જોઈએ.
  • School Van બારીઓ જાળીથી ઢાંકવી, જેથી બાળકનું કોઈ અંગ બહાર ન આવે.
  • ખાનગી રજિસ્ટ્રેશન ધરાવતા વાહનોમાં ભાડેથી બાળકોને લાવવા-લઈ જવા એ ગંભીર ગુનો છે.
  • સ્કૂલવર્ધી વાહનોમાં મંજૂરી લીધા વગર CNG અને PNG ગેસ પર વાહન ચલાવવું એ પણ ગંભીર ગુનો છે.
  • જો સ્કુલવર્ધી વાહન થર્ડ પાર્ટી વીમા વગર વપરાતું ધ્યાનમાં આવે તો ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટી એક્ટ-૨૦૧૮ની કલમ – ૧૪(૧) હેઠળ વાહન ડિટેઈન તથા કડક પગલાં લેવાશે.

ડ્રાઈવર માટેના નિયમો – School Vans and Auto Rules

  • ડ્રાઈવરે ફોટોવાળો બેજ પહેરવો જરૂરી છે.
  • સ્કૂલ વાહન ચલાવતી વખતે ડ્રાઈવરે સ્કૂલ બસની રોડ પર ચલાવવાની યોગ્યતાનું પ્રમાણપત્ર પણ સાથે રાખવું.
  • મોટર વ્હીકલ એક્ટ ૧૯૮૮ પ્રમાણે ડ્રાઈવર પાસે મુસાફરોને માન્ય વીમો, ટેક્ષ, પરમીટ, પીયુસી, ફિટનેશ અને અધિકૃત ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જોઈએ.
  • ભાડાની સ્કૂલબસ હોય તો સ્કૂલ સત્તાધિકારીઓએ માલીક સાથે માન્ય કરેલા કરારની નકલ પણ ડ્રાઈવરે સાથે રાખવાની રહેશે.
  • વાહનના માલિકે આ અંગેની જાણ ડ્રાઈવરના નામ અને વાહનની વિગત જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસને આપવાની રહેશે.
  • સ્કૂલ વાહન ચલાવતા ડ્રાઈવરોએ પણ મોબાઈલ ફોનનો ઉપયોગ, વિદ્યાર્થી તેમજ સ્ટાફ સાથેનો વાર્તાલાપ ટાળવો.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને શુ તમારુ બાળક વાન કે રીક્ષામાં શાળાએ જાય છે તો જાણો સરકારના નવા નિયમો વિશે. » Digital Gujarat જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts