Gujarat GSSSB Class 3 New Exam Pattern
| |

Gujarat GSSSB Class 3 New Exam Pattern

માહિતી ગમી હોય તો વોટ કરો post

Gujarat GSSSB Class 3 New Exam Pattern : આ અર્તીક્લમાં આપણે Gujarat GSSSB Class 3 New Exam Pattern વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gujarat GSSSB Class 3 New Exam Pattern & Syllabus 2024 માટેની નોટિસ બહાર પાડવામાં આવી છે. ગુજરાત સરકાર એ કર્યો કલાસ 3 ની ભરતી માં મોટો ફેરફાર. હવે લેવાશે પ્રિલિમ અને મેઈન્સ પરીક્ષા. ગુજરાત ક્લાસ 3 નવી પરીક્ષા પેટર્ન મુજબ હવે 2 પ્રકારે કલાસ 3 ગણાશે 1.અપર ક્લાસ 3 અને 2.લોવર કલાસ 3. class 3 exam new pattern વિષે જાણો ગુજરાતીમાં વિગતે માહીતી અહીંથી.

Gujarat GSSSB Class 3 New Exam Pattern & Syllabus 2024: ગુજરાત ક્લાસ 3 નવી પરીક્ષા પેટર્ન અને જાણો નવો સિલેબસ

Gujarat GSSSB Class 3 New Exam Pattern & Syllabus 2023

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પરીક્ષામાં થયેલા ફેરકાર ને આજે જ જાણી લો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પરીક્ષામાં થયેલા ફેરકાર ને આજે જ જાણી લો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક જેવી વર્ગ 3 ની વિવિધ 6000 જગ્યાઓ માટે ટૂંક સમયમાં ભરતી પાડવામાં આવી શકે. પરંતુ તે પહેલા સરકાર દ્વારા તારીખ 18- 05-2023 ના રોજ નવું પરીક્ષા માળખું તૈયાર કરવામાં આવેલું છે, જેમાં હવે જૂની પરીક્ષા પદ્ધતિમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે. જે દરેક વિધ્યાર્થીએ તૈયારી શરૂ કરતાં પહેલા જાણવું જરૂરી છે.

Gujarat GSSSB Class 3 New Exam Pattern ( જાણો વર્ગ- ૩ પરીક્ષા પદ્ધતિ અને સિલેબસમાં થયેલા નવા ફેરફારો વિશે વિગતે…

જો અપર કલાસ ની વાત કરવા માં આવે તો તો પ્રથમ પ્રાથમિક પરીક્ષા લેવાશે જે 100 માર્ક્સ ની હશે અને ફક્ત એક કલાક મળશે.

GSSSB Class 3 exam syllabus 2024

નવો class 3 exam syllabus pdf download in gujarati

જાણો Class 3 New Exam Pattern પરીક્ષામાં થયેલા નવા ફેરકારો વિશે વિગતે માહીતી

  • ✒️ આ પ્રાથમિક પરીક્ષા માં કોઈ પણ કેટેગરીના ઉમેદવાર એ ઓછામાં ઓછા 40 માર્ક્સ લાવવા પડશે.
  • ✒️ પ્રાથમીક પરીક્ષામાં રિજનીગ અને ગણિત 40 માર્ક્સ, aptitude 30 માર્ક્સ, અંગેજી 15 માર્ક્સ અને ગુજરાતી 15 માર્ક્સ.
  • ✒️ આ પાસ કર્યા પછી મુખ્ય પરીક્ષા આવશે જેમાં dyso અને sti (gpsc જેમ ) 3 પૅપર લખવાના આવશે જેનો સમય 3 કલાક છે.
  • ✒️ આ પેપર માં પ્રથમ ગુજરાતી ભાષા જેમાં પત્ર, નિબંધ અને બધુજ આવશે જે 100 માર્ક્સ નું હશે
  • ✒️ બીજુ અંગ્રેજી જેમાં પણ 100 માર્ક્સ નું લખવા નું gpsc ના જેમ બધું જ આવશે
  • ✒️ અને ત્રીજું પેપર gs નું 150 માર્કસ નું આવશે તેમાં ઇતિહાસ , વારસો , બંધારણ , ઇકોનોમી, વિજ્ઞાન અને ટેકનોલોજી અને જાહેર વહીવટ જેવા બધા જ વિષય ના પ્રશ્નો આવશે
  • ✒️ફાઈનલ સિલેક્શન માં મુખ્યપરિક્ષા ના ગુણ જોવાશે.

જો લોવર કલાસ 3 ની વાત કરવા માં આવે તો તેમાં મુખ્ય પરીક્ષા આવશે 

  • લોવર કલાસ 3 માં 200 માર્ક્સ નું પેપર આવશે 2 કલાક માટે…
  • જેમાં અંગેજી 20 , ગુજરાતી 20, બંધારણ, જાહેર વહીવટ, RTI, CPS, PCA 30 માર્ક્સ , ઇકોનોમી, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ 30માર્ક્સ , કરંટ અફેર 30માર્ક્સ અને ગણિત અને રીજનીગ ના 40માર્ક્સ એમ 200 માર્ક્સ નું પેપર હશે …
  • કોઈ પણ કલાસ 3માં હવે કોમ્પ્યુટર ટેસ્ટ નહિ લેવાય
  • Gujarat GSSSB Class 3 New Exam Pattern માં MCQ પણ GPSC લેવલ ના વિધાન વાળા આવશે અને સાથે સાથે મુખ્ય પરીક્ષા

Waiting List

Gujarat GSSSB Class 3 New Exam Pattern મુજબ કોઈ પણ પ્રકારનું વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે નહિ.

Primary exam

૩ કેડર માટે લેવામાં આવશે ફક્ત ૧ પરીક્ષા…. પ્રાથમિક પરીક્ષા…
આ પ્રાથમિક પરીક્ષા પાસ કર્યા બાદ ૩ કેડર માટે અલગ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે.

➖️ પ્રાથમિક પરીક્ષા નો કોર્સમાં 4 વિષય રહેશે ૧૦૦ માર્ક્સ… સાચાં પ્રશ્નો માટે ૧ ગુણ, ખોટા પ્રશ્નો માટે ૦.૨૫ માઈનસ

1 Hour – 60 Minutes

1Reasoning40 Marks
2Quantitative Aptitude30 Marks
3English15 Marks
4Gujarati15 Marks
Total100 Marks

ગુજરાત સરકારની નવી પરીક્ષા પધ્ધતી માટે અગત્યની બાબતો:

  • ક્લાસ 3 ની પોસ્ટ માટે હવે કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવશે નહીં.
  • ઉભેદવારની ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષની રહેશે, જે અગાઉ 18 વર્ષ સુધીની હતી.
  • તમામ ઉમેદવારોન માટે અરજી ફી રાખવામા આવશે, અને જે ઉમેદવારો પરીક્ષામાં હાજર રહેશે તેમની ફી પરત કરવામાં આવશે
  • પ્રત્યેક ગ્રુપમાં રહેલ સંવર્ગોની કુલ જગ્યાના આશરે ૨ ગણા ઉમેદવારોને મેરીટ મુજબ પ્રમાણપત્ર ચકાસણી માટે માટે પસંદ કરવામાં આવશે ત્યારબાદ મેરીટ આધારિત લાયક ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધ થશે.
  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સુચના અનુસાર ઉમેદવારો જગ્યા માટે તેમની પસંદગી ઓનલાઇન આપી શકો અથવા મંડળ ખાતે મેરીટ મુજબ રૂબરૂ હાજર રહીને તેમને ઉપલબ્ધ જગ્યાઓ પૈકી પસંદગી કરીને જે તે જગ્યા કચેરી સંવર્ગની જાળવી મેળવી શકશે.
  • મંડળ દ્વારા ફાળવણી થયેલ ઉમેદવારોની જે તે કચેરી અને મહેસૂલ વિભાગને ભલામણ કરવામાં આવશે.
  • ગ્રુપ – એ માં સમાવેશ થયેલ જિલ્લા ક્લેક્ટરની કચેરી ખાતેના જુનીયર કારકૂન સંવર્ગમાં ઉમેદવારી નોંધાવતા ઉમેદવારોએ મહત્તમ ત્રણ જિલ્લા અંગેની પસદગી આપવાની રહેશે.
  • મહેસૂલ વિભાગ ખાતે પસંદગી પામતા અને ભલામણ કરાયેલ ઉમેદવારોને જિલ્લા ફાળવણી મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવશે.
  • ઉમેદવારને પોતાની પસંદગીના ત્રણ જિલ્લામાં જો મેરિટ અનુસાર પસંદગી ન મળે તો જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયેથી ખાલી જગ્યાઓના આધારે જિલ્લાઓને ઉત્તરતા ક્રમમાં ગોઠવવામાં આવશે અને બાકી રહેલ ઉમેદવારોને જિલ્લાની ફાળવણી કરવામાં આવશે.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gujarat GSSSB Class 3 New Exam Pattern જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts