Gujarat Weather
| | |

Gujarat Weather Today : ગુજરાત વેધર લાઇવ, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી? વાંચી લો આજના હવામાન વિભાગના તાજા સમાચાર

google news
3.5/5 - (2 votes)

Gujarat Weather : ગુજરાત વેધર લાઇવ, Gujarat Weather Update Today IMD: હવામાન વિભાગ દ્વારા રાજ્યના લગભગ તમામ ભાગોમાં વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. જોકે, ક્યાંય ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. પરંતુ અમુક કલાકો માટે જે આગાહી કરવામાં આવી છે તેમાં ઉત્તર ગુજરાત, પૂર્વ તથા દક્ષિણના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

મહત્વનું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી તે પ્રમાણેનું વાતાવરણ બે દિવસથી જોવા મળી રહ્યું છે. આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદ શહેરના કેટલાક ભાગોમાં તથા ગાંધીનગરમાં હળવો વરસાદ થઈ રહ્યો છે.

આ અર્તીક્લમાં આપણે ગુજરાત વેધર 2023 વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.

Gujarat Weather

Gujarat Weather (ગુજરાત વેધર)

હવામાન વિભાગે આજના દિવસે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાત રિજનના તમામ જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જોકે, 4 વાગ્યા સુધીના હવામાનની આગાહી કરવામાં આવી છે તેમાં કેટલાક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે, આ ભાગોમાં પ્રતિકલાક દરમિયાન 5થી 15 જેટલો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યના ઉત્તર ભાગમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર તથા અરવલ્લી માટે નાઉકાસ્ટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, વલસાડ, ડાંગ તથા દમણ તથા દાદરા અને નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગે મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરા નગર હવેલી અને દમણમાં ચાર દિવસ સુધી હળવો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

નોંધનીય છે કે, અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્ય ચૌહાણે હાલ ગુજરાત પર ચોમાસાની વરસાદ આપનારી સિસ્ટમ એક્ટિવ ન હોવાનું જણાવ્યું હતું. જેના કારણે હાલ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના ન હોવાનું જણાવ્યું હતું. જોકે, છૂટોછવાયો વરસાદ રહેશે.

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું પરંતુ દરિયામાં ભારે પવન સાથે કરંટ હોવાના કારણે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના ઉત્તર ભાગના દરિયાકાંઠાના જખૌ, માંડવી (કચ્છ), મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા અને પોરબંદરના માછીમારોની સાથે વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણના માછીમારોને ચેતવણી આપવામાં આવી છે.

દરિયામાં 45-55 કિલોમીટર પ્રતિ કલાક (ગસ્ટિંગ સાથે 65kmpk)ની ઝડપે પવન ફૂંકાવાની સાથે દરિયો તોફાની રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

ઉપયોગી લીનક્સ

લાઇવ વેધર સ્ટેટ્સઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને  Gujarat Weather જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts