શુ તમારી પાસે ચુટણી કાર્ડ નથી? તો જાણો કેવી રીતે મતદાન કરી શકાય » Digital Gujarat
| |

શુ તમારી પાસે ચુટણી કાર્ડ નથી? તો જાણો કેવી રીતે મતદાન કરી શકાય » Digital Gujarat

માહિતી ગમી હોય તો વોટ કરો post

શુ તમારી પાસે ચુટણી કાર્ડ નથી? તો જાણો કેવી રીતે મતદાન કરી શકાય » Digital Gujarat : આ અર્તીક્લમાં આપણે શુ તમારી પાસે ચુટણી કાર્ડ નથી? તો જાણો કેવી રીતે મતદાન કરી શકાય » Digital Gujarat વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Voter Id Card Update: ભારતીય ચૂંટણી પંચ (ECI) અનુસાર મતદાન મથકો પર મતદારની ઓળખ જરૂરી છે. મતદાન કરવા માટે તમારે તમારું ECI દ્વારા જારી કરાયેલ મતદાર આઈડી કાર્ડ અથવા અન્ય કોઈપણ પ્રકારની અધિકૃત ઓળખ પ્રદાન કરવી આવશ્યક છે

શુ તમારી પાસે ચુટણી કાર્ડ નથી? તો જાણો કેવી રીતે મતદાન કરી શકાય – Voter Id Card

2024ની લોકસભાની ચૂંટણીઓ સાત તબક્કામાં યોજાવાની છે જે 19 એપ્રિલથી શરૂ થાય છે. ચૂંટણીમાં મતદાન કરવા માટે વોટર આઈડી કાર્ડ જરૂરી છે. દરેક લોકશાહી સમાજમાં મતદાન એ મૂળભૂત અધિકાર છે અને દરેક નાગરિકની જવાબદારી છે કે તે પોતાનો મત આપે. Voter Id એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે કારણ કે તે મતદારની ઓળખ અને વિગતોની ચકાસણી કરે છે.

શું તમે ચુટણી કાર્ડ વિના મતદાન કરી શકો?

ભારતીય ચૂંટણી પંચ (ECI) અનુસાર મતદાન મથકો પર મતદારની ઓળખ જરૂરી છે. મતદાન કરવા માટે તમારે તમારું ECI દ્વારા જારી કરાયેલ મતદાર આઈડી કાર્ડ અથવા અન્ય કોઈપણ પ્રકારની અધિકૃત ઓળખ પ્રદાન કરવી આવશ્યક છે. જો કે, ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા જારી કરાયેલી સૂચનાઓ અનુસાર, જો તમારું નામ સત્તાવાર મતદાર યાદીમાં છે, તો તમે ચુટણી કાર્ડ વિના પણ ચૂંટણીમાં મતદાન કરી શકો છો.

મતદાન પ્રક્રિયામાં ભાગ લેતા પહેલા ભારતના ચૂંટણી પંચ (ECI) ની સત્તાવાર મતદાર યાદીમાં નામ છે તે ચોક્કસ જોઈ લેવું. કારણ કે એ તમારી મતદાન કરવાની પાત્રતાને પ્રમાણિત કરે છે. જો મતદાર પાસે Voter Id કાર્ડ નથી તો ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા બીજા વૈકલ્પિક દસ્તાવેજોનો ઉપયોગ કરી શકે છે. ચૂંટણી પંચે 2 એપ્રિલ, 2024 ના રોજ આપેલી સૂચના મુજબ, જો મતદારનું નામ મતદાર યાદીમાં હોય પરંતુ ઓળખ સાબિત કરવા માટે EPIC અથવા મતદાર ID નથી, તો કેટલાક વૈકલ્પિક દસ્તાવેજો છે જેનો તમે ઉપયોગ કરી શકો છો.

આ પણ વાચો: તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં? ઘરે બેઠા આ રીતે ઓનલાઈન ચેક કરો

ચૂંટણીમાં મતદાન કરવા માટે વોટર કાર્ડ એક ખૂબ જ જરૂરી દસ્તાવેજ છે, જે 18 વર્ષની ઉમર થયા પછી બનાવવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે Voter Id વિના પણ વોટ કરી શકાય છે.

ચુટણી કાર્ડ નથી તો કયા ડોક્યુમેન્ટ ઉપયોગમાં લઇ શકાય

  • વોટર આઈડી ન હોય તો તમે આધાર કાર્ડનો ઉપયોગ કરીને વોટ કરી શકો છો. રાશન કાર્ડનો ઉપયોગ કરીને પણ ચૂંટણીમાં મતદાન કરી શકાય છે.
  • આ સિવાય મનરેગા જોબ કાર્ડનો ઉપયોગ કરીને પણ મતદાન કરી શકાય છે. ફોટોગ્રાફવાળી બેંક પાસબુક પણ મતદાન વખતે તમારી ઓળખ સ્થાપિત કરવા માટે ઉપયોગી દસ્તાવેજ છે.
  • ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથે પેન્શન ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને પણ મતદાન કરી શકાય છે.
  • નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) દ્વારા જારી સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરીને પણ મતદાન કરી શકો છો.
  • આ સિવાય શ્રમ મંત્રાલયની યોજના હેઠળ જારી કરાયેલ આરોગ્ય વીમા સ્માર્ટ કાર્ડ પણ તમારી ઓળખ સ્થાપિત કરવા માટે વાપરી શકાય છે.
  • કેન્દ્ર/રાજ્ય સરકાર/પીએસયુ/પબ્લિક લિમિટેડ કંપનીઓ દ્વારા કર્મચારીઓને આપવામાં આવેલ ફોટોગ્રાફ સાથેના સર્વિસ આઈડી કાર્ડનો પણ મતદાન કરવા સમયે ઉપયોગ કરી શકાય છે.
  • સાંસદ/ધારાસભ્ય/એમએલસીને જારી કરાયેલ સત્તાવાર ઓળખ કાર્ડથી પણ મતદાન કરી શકાય છે.
  • ભારત સરકારનાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ યુનિક ડિસેબિલિટી ID (UDID) કાર્ડનો ઉપયોગ કરીને પણ મતદાન કરી શકાય છે.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને શુ તમારી પાસે ચુટણી કાર્ડ નથી? તો જાણો કેવી રીતે મતદાન કરી શકાય » Digital Gujarat જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts