Matdar Yadi Sudharna Karykram 2023, મતદાર યાદી સુધારણા જુંબેશ
| | |

Matdar Yadi Sudharna Karykram 2023 : મતદાર યાદી સુધારણા જુંબેશ (કાર્યક્રમ), ખાશ ઝૂંબેશની આ તારીખો નોંધી લો, ચુંટણીકાર્ડ ને લગતા કામ થશે સરળતાથી

google news
5/5 - (2 votes)

Matdar Yadi Sudharna Karykram 2023 : મતદાર યાદી સુધારણા જુંબેશ, જે લોકોના મતદાર યાદિ મા નામ નોંધાયેલા હોય તેની પાસે ચુંટણી કાર્ડ હોય છે. મતદાર યાદિ મા નામ નોંધાયેલ હોય તે લોકોને ચૂંટણીઓમા મત આપવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે વર્ષ મા 2 વખત આ મતદાર યાદિમા સુધારણા માટે ખાસ ઝૂંબેશ ઈલેકશન કમીશન તરફથી યોજવામા આવે છે.

મિત્રો આ પોસ્ટમાં આપણે મતદારયાદિ સુધારણા વિશે વાત કરવાના છીએ તો તમને તેના વિશે સંપૂર્ણ માહિતી માટે નીચે આર્ટિકલ વાંચવા વિનંતી અને અન્ય સમસ્યા નીચે કોમેન્ટ કરી જણાવવા વિનંતી.

Matdar Yadi Sudharna Karykram 2023 : મતદાર યાદી સુધારણા જુંબેશ (કાર્યક્રમ), ખાશ ઝૂંબેશની આ તારીખો નોંધી લો, ચુંટણીકાર્ડ ને લગતા કામ થશે સરળતાથી

Matdar Yadi Sudharna Karykram 2023 : મતદાર યાદી સુધારણા જુંબેશ

એપ્રીલ-મે માસમા લોકસભાની ચુંટણીઓ આવી રહી છે. તે પહેલા ઈલેકશન કમીશન દ્વારા મતદાર યાદિ સુધારણા માટે ખાસ ઝૂંબેશ યોજ્વામા આવી છે. જેમા મતદાર યાદિ સુધારણા ને લગતા નીચેના જેવા કામ લોકો કરાવી શકશે.

  • મતદાર યાદિમા નવુ નામ દાખલ કરવુ
  • મતદાર યાદિમા નામ, સરનામુ વગેરેમા સુધારો કરાવવો
  • ચુંટણીકાર્ડ સાથે આધારકાર્ડ લીંંક કરાવવુ
  • મતદારયાદિમા થી નામ કમી કરાવવુ
  • મતદારયાદિ મા નોંધાયેલી વિગતો મા સુધારો કરાવવો

તારીખ 1-1-2024 ની સ્થિતિ એ જે લોકોને 18 વર્ષ કે તેથી વધુ ઉંમર હોય તે લોકો મતદાર યાદિ મા નામ નોંધાવી શકે છે. મતદાર યાદિમા જો તમારૂ નામ નોંધાયેલુ ન હોય તો અચૂક નોંધાવવુ જોઇએ. મતદાન એ આપણો અધિકાર છે.

જુઓ આ છે ? ખાસ ઝૂંબેશ ના દિવસો

મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝૂંંબેશના દિવસો નક્કી કરવામા આવે છે. આ દિવસોમા તમારા વિસ્તારના ચુંટણી બુથ પર તમારા વિસ્તારના લાગુ પડતા બી.એલ.ઓ. પાસે જઇ મતદાર યાદિ ને લગતા કામો કરાવી શકાય છે. આ સુધારણા કાર્યક્રમ અંતર્ગત નીચે મુજબ ખાસ ઝૂંબેશ ના દિવસો નક્કી કરવામ આવ્યા છે.

  • તારીખ 5 નવેમ્બર 2023- રવિવાર
  • તારીખ 26 નવેમ્બર 2023- રવિવાર
  • તારીખ 2 ડિસેમ્બર 2023- શનીવાર
  • તારીખ 3 ડિસેમ્બર 2023- રવિવાર

આ ખાસ ઝૂંબેશના દિવસોમા સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાર યાદિ ને લગતા કામ માટે તમારા વિસ્તારના ચુંટણી બુથ પર જવાનુ રહેશે.

મતદારયાદી સુધારણા ફોર્મ

મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ અંતર્ગત વિવિધ કામો માટે નીચે મુજબના ફોર્મ ભરવાની આવશ્યકતા રહે છે.

  • ફોર્મ નં. 6 : મતદારયાદિ મા નવુ નામ દાખલ કરવા માટે આ ફોર્મ ભરવામા આવે છે.
  • ફોર્મ નં. 6(B) : ચુંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લીંક કરાવવા માટે આ ફોર્મ ભરવામા આવે છે.
  • ફોર્મ નં. 7: મતદાર યાદિ માથી નામ કમી કરાવવા માટે આ ફોર્મ ભરવામા આવે છે.
  • ફોર્મ નં.8: મતદાર યાદિ મા નોંધાયેલી વિગતો સુધારવા માટે આ ફોર્મ ભરવામા આવે છે.

મતદાર યાદી સુધારણા ઓનલાઇન

મતદાર યાદિ ને લગતા આ કામો માટે જો તમે રૂબરૂ બુથ પર જવા ન માગતા હોય અને ઘરેબેઠા ઓનલાઇન આ કામો કરવા માંગતા હોય તો nvsp પોર્ટલ પર થી આ તમામ કામો ઓનલાઇન કરી શકો છો.

Matdar Yadi Sudharna Karykram 2023 : મતદાર યાદી સુધારણા જુંબેશ (કાર્યક્રમ), ખાશ ઝૂંબેશની આ તારીખો નોંધી લો, ચુંટણીકાર્ડ ને લગતા કામ થશે સરળતાથી

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને  Gujarat મતદારયાદિ સુધારણા 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts