GSSSB Bharti 2023, GSSSB ભરતી 2023
| | |

GSSSB Bharti 2023 : GSSSB ભરતી 2023, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 02/12/2023

google news
5/5 - (1 vote)

GSSSB Bharti 2023 : GSSSB ભરતી 2023 , ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB Bharti, ગાંધીનગર દ્વારા જુદા જુદા વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ હસ્તકની કચેરીઓમાં વર્ગ-૩ના જુદા જુદા તાંત્રિક સંવર્ગોની નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી/ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.

આ આર્ટીકલમાં આપને ગુજરાત ઓનલાઈન ધોરણ 10 બોર્ડ પરીક્ષા ફોર્મ 2023 વિષે માહિતી મેળવવાના છીએ. તમને અન્ય સમસ્યા હોય તો કોમેન્ટમાં જણાવજો.

GSSSB Bharti 2023 : GSSSB ભરતી 2023, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 02/12/2023

GSSSB Bharti 2023 | GSSSB ભરતી 2023

સંસ્થાનું નામગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB
પોસ્ટનું નામવિવિધ
અરજી શરૂ થયા તારીખ17-11-2023
છેલ્લી તારીખ02 ડિસેમ્બર 2023
વેબસાઈટhttps://gsssb.gujarat.gov.in

GSSSB ભરતી 2023

આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર તા.૧૭/૧૧/૨૦૨૩ (૧૪-૦૦ કલાક) થી તા.૦૨/૧૨/૨૦૨૩ (સમય રાત્રીના ૧૧-૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત (આગળ ફકરા નં-૭ માં દર્શાવેલ) આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની https://gsssb.gujarat.gov.in વેબસાઇટ પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચુક જોતા રહેવું.

જગ્યાનું નામ અને ખાલી જગ્યાઓ

સંવર્ગનું નામકુલ જગ્યાપ્રથમ પાંચ વર્ષ સુધી મળનાર ફિક્સ પગાર
સર્વેયર, વર્ગ 3 (મહેસુલ વિભાગ)41226,000/-
સીનીયર સર્વેયર, વર્ગ 39740,800/-
પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ 36549,600/-
સર્વેયર, વર્ગ 36040,800/-
વર્ક આસીસ્ટન્ટ, વર્ગ 357426,000/-
ઓક્યુપેશનલ થેરાપીસ્ટ, વર્ગ 30649,600/-
સ્ટરીલાઈઝર ટેકનીશીયન, વર્ગ 30140,800/-
કન્યાન તાંત્રિક મદદનીશ, વર્ગ 31740,800/-
ગ્રાફિક ડીઝાઈનર, વર્ગ 30440,800/-
મશીન ઓવરશીયર, વર્ગ 30249,600/-
વાયરમેન, વર્ગ 30526,000/-
જુનીયર પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ 30326,000/-

અરજી કરવાની વિગતો

આ જાહેરાતના સંદર્ભમાં મંડળ ધ્વારા ઓન લાઈન અરજી જ સ્વીકારવામાં આવશે. GSSSB Bharti માં અરજી કરવાની છેલ્લી તારીખ ૧૭/૧૧/૨૦૨૩ (બપોરના ૧૪-૦૦ કલાક) થી તા.૦૨/૧૨/૨૦૨૩

(સમય રાત્રીના ૨૩-૫૯ કલાક સુધી) દરમ્યાન “https:// ojas.gujarat.gov.in” વેબસાઈટ પર ઓન-લાઈન અરજીપત્રક ભરી શકશે. ઉમેદવાર એક સંવર્ગ માટે એક જ અરજી કરી શકશે. તેમ છતાં કોઇ ઉમેદવાર એક કરતાં વધુ અરજી રજીસ્ટર્ડ કરશે તો તેવા ઉમેદવારોના કિસ્સામાં સૌથી છેલ્લે કન્ફર્મ થયેલી અરજી માન્ય ગણીને તે સિવાયની બાકીની તમામ અરજીઓ રદ થશે. આ બાબતની વિગતવાર સુચના અરજી કરવાની રીતના પેટા મુદ્દા નં. (૧૪) માં પણ આપેલ છે.

GSSSB Bharti માં અરજી કેવી રીતે કરવી?

  1. સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું. અને ત્યાર બાદ
  2. “On line Application” માં Apply પર Click કરવું અને GSSSB સિલેકટ કરવું.
  3. ઉમેદવારે જાહેરાત ક્રમાંક:- ૨૧૨/૨૦૨૩૨૪ થી ૨૨૫/૨૦૨૩૨૪ પૈકી જે સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માંગતા હોય તે જાહેરાતના સંવર્ગના નામ પર click કરી Apply પર ક્લિક કરવું. ત્યાર બાદ સ્ક્રીન પર More Details અને Apply now ના ઓપ્શન ખુલશે. જેમાં More Details પર click કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે. જે ઉમેદવારોએ વાંચી જવી.
  4. જયારે “Apply now” પર Click કરવાથી નવી વિન્ડો ખુલશે. જેમાં “Skip” પર ક્લિક કરવાથી Application Format ખુલશે જેમાં સૌ પ્રથમ “Personal Details”. ઉમેદવારે ભરવી. (અહીં લાલ ફુંદડી (*) નિશાની હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.)
  5. Personal Details ભરાયા બાદ “Educational Details” ભરવાની રહેશે.
  6. ત્યાર બાદ “Assurance” (બાંહેધરી) માં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે “es” Select કરવું. હવે અરજી પૂર્ણ રીતે ભરાઈ ગયેલ છે.
  7. હવે “save” પર click કરવાથી ઉમેદવારનો “Application Number” generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
  8. હવે Upload Photograph પર Click કરો અહીં તમારો application number type કરો અને તમારી Birth date type કરો. ત્યારબાદ ok પર click કરવું. અહીં photo અને signature upload કરવાના છે. (Photo નું માપ ૫ સે.મી. ઉંચાઈ અને ૩.૬ સે.મી. પહોળાઈ અને signature નું માપ ૨.૫ સે.મી. ઉંચાઈ અને ૭.૫ સે.મી. પહોળાઈ રાખવી.) (photo અને signature upload કરવા સૌ પ્રથમ તમારો photo અને signature jpg format માં (15 kb) સાઈઝથી વધે નહિ તે રીતે સ્કેન કરી computer માં સેવ કરેલા હોવા જોઈશે.) photo અને signature અપલોડ કરવા માટે “browse” button પર click કરો. હવે choose file ના સ્ક્રીનમાંથી જે ફાઈલમાં jpg format માં તમારો photo store થયેલ છે, તે ફાઈલને select કરો અને “open” button ને click કરો. હવે “browse button” ની બાજુમાં “upload” button પર Click કરો. હવે બાજુમાં તમારો photo દેખાશે. હવે આજ રીતે signature પણ upload કરવાની રહેશે. જે photo અને signature અપલોડ કરવામાં આવ્યા હશે તે જ photo લેખિત પરીક્ષાના હાજરીપત્રકમાં ચોંટાડવાનો રહેશે તથા તેવી જ signature કરવાની રહેશે તેમજ આ ભરતી પ્રક્રિયાના નિમણૂક સુધીના દરેક તબક્કે મંડળ/સંબંધિત ખાતાના વડા માંગે ત્યારે તેવો જ ફોટો રજુ કરવાનો રહેશે. આથી ફોટોગ્રાફની ચારથી પાંચ કોપીઓ કઢાવી રાખવી. જુદા જુદા તબક્કે જુદા જુદા ફોટોગ્રાફ રજુ થશે તો ફાળવણી/ નિમણૂંકમાં બાધ આવી શકશે. જેની જવાબદારી ઉમેદવારની પોતાની રહેશે.
  9. હવે પેજના ઉપરના ભાગમાં Online Application ટેબમાં “Confirm Application” પર click કરો અને “Application number” તથા Birth Date type કર્યા બાદ Ok પર click કરવાથી ઉમેદવારની Basic Details અને confirm application દેખાશે. ઉમેદવારને અરજીમાં સુધારો કરવાની જરૂર જણાય તો edit કરી લેવું. અરજી કન્ફર્મ કર્યા પહેલા કોઈપણ પ્રકારનો સુધારો થઈ શકશે. પરંતુ અરજી કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો શકય બનશે નહીં. સંપૂર્ણ ચકાસણી બાદ જો અરજી સુધારવાની જરૂર ના જણાય તો જ confirm application પર Click કરવું. તેથી ઉમેદવારની અરજીનો મંડળમાં online સ્વીકાર થઈ જશે. એકવાર ઓનલાઇન અરજી કન્ફર્મ થયા બાદ, તેમાં કોઇપણ પ્રકારનો ફેરફાર ઉમેદવાર કે મંડળ દ્વારા થઇ શકશે નહીં. અરજીમાં દર્શાવેલી વિગતોને અનુરૂપ પ્રમાણપત્રો મંડળ માંગે ત્યારે ઉમેદવારે રજૂ કરવાના રહેશે. આથી, ઉમેદવારે પ્રથમ તેમની પાસેના પ્રમાણપત્રોને આધારે પોતાનું નામ,પતિ/પિતાનું નામ, અટક, જન્મતારીખ, શૈક્ષણિક લાયકાત, જાતિ (કેટેગરી), જેન્ડર (મેલ/ફીમેલ), માજી સૈનિક, સ્પોર્ટસ, શા.ખો.ખાં., વિધવા વગેરે બાબતોની બારીક ચકાસણી કરી લઇને તેને અનુરૂપ વિગતો ઓનલાઇન અરજીમાં દર્શાવવાની રહેશે. મંડળ દ્વારા ચકાસણી સારુ પ્રમાણપત્રો માંગવામાં આવે ત્યારે ઓનલાઇન અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો અને ઉમેદવાર દ્વારા મંડળ સમક્ષ રજૂ કરવામાં આવતાં પ્રમાણપત્રોમાં કોઇપણ જાતની વિસંગતતા માલૂમ પડશે તો, તેવી ક્ષતિયુક્ત અરજીઓ મંડળ દ્વારા જે તે તબક્કેથી ‘રદ’ કરવામાં આવશે. ખોટી કે અધૂરી વિગતોને કારણે ક્ષતિયુક્ત અરજી રદ કરવામાં આવે તો, તેમાં મંડળની કોઇ જવાબદારી રહેશે નહીં. આથી, ઉમેદવારોને તેમની પાસેના પ્રમાણપત્રોને આધારે અને તેને અનુરૂપ વિગતો ઓનલાઇન અરજી કરતી વખતે દર્શાવવાની ખાસ કાળજી રાખવા જણાવવામાં આવે છે. confirm application પર click કરતાં અહીં “confirmation number” generate થશે. જે હવે પછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોઈ, ઉમેદવારે સાચવવાનો રહેશે.
  10. હવે print application પર click કરવું. અહીં Select Job માંથી જાહેરાત ક્રમાંક સિલેકટ કરીને તમારો confirmation number ટાઈપ કરવો અને જન્મતારીખ ટાઇપ કરવાથી તમારી અરજી ઓપન થશે. જેની પ્રિન્ટની નકલ કાઢી સાચવી રાખવી. નોંધાયેલ ઉમેદવાર અરજી કરવાની અંતિમ તારીખ સુધી Online Application Form કરીને સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સાચવી રાખે તે ઉમેદવારના હિતમાં છે. અરજી કરવાની અંતિમ તારીખ બાદ ઉમેદવાર Application Form કરી શકશે નહીં.
  11. દરેક જાહેરાત માટે ઉમેદવારે એક જ અરજી કરવી. આમ છતાં, સંજોગવશાત, જો કોઇ ઉમેદવાર એકથી વધુ અરજી કરેલ હશે, તો છેલ્લી કન્ફર્મ થયેલ અરજીને માન્ય રાખીને અન્ય અરજીપત્રકને રદ ગણવામાં આવશે. બિન અનામત વર્ગના ઉમેદવારોએ છેલ્લી કન્ફર્મ થયેલ અરજી સાથે નિયત ફી ભરેલ હશે તે માન્ય ગણાશે અને અગાઉની અરજી રદ ગણવામાં આવશે. અગાઉની અરજી સાથે ભરેલી ફી છેલ્લી કન્ફર્મ થયેલ અરજી સામે ગણવામાં આવશે નહીં. જો ઉમેદવારે છેલ્લી કન્ફર્મ થયેલ અરજી સાથે નિયત ફી ભરેલ નહીં હોય, તો આવા ઉમેદવારની બાકીની અરજીઓ પૈકી નિયત ફી સાથેની કન્ફર્મ થયેલી છેલ્લી અરજી માન્ય ગણવામાં આવશે. જો ઉમેદવારે એકથી વધુ અરજી સાથે ફી ભરેલ હશે, તો તે રીફંડ કરવામાં આવશે નહીં.

નોંધ:-

જાહેરાત ક્રમાંકઃ ૨૧૩/૨૦૨૩૨૪ થી ૨૨૪/૨૦૨૩૨૪ સામેના સંવર્ગના ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ ઓનલાઈન અરજી ભરવા સંબંધિત કોઈ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે મંડળની કચેરીના ફોન નંબર:-૦૭૯- ૨૩૨૫૮૯૧૬ પર સંપર્ક કરી શકાશે.

પરીક્ષા ફી:-

GSSSB નું ફોર્મ ભરતી વખતે ” General “ કેટેગરી Select કરી હોય (દર્શાવી હોય) તેવા (PH તથા . Ex. Servicemen કેટેગરી સિવાયના) તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે. OJAS ત વેબસાઈટ પરથી ઓનલાઈન ફી ભરવા માટેની છેલ્લી તા.૦૫/૧૨/૨૦૨૩ (૨૩-૫૯ કલાક) સુધીની રહેશે.

અનામત કક્ષાના ઉમેદવાર જો બિન-અનામત જગ્યા માટે અરજી કરે તો પણ તેમણે પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં. પરંતુ પરીક્ષા ફી માંથી મુક્તિ માટે જે તે અનામત વર્ગના ઉમેદવારોએ ઓન-લાઇન એપ્લીકેશનમાં પોતાની કેટેગરી દર્શાવવાની રહેશે. અન્યથા પરીક્ષા ફી ભરવાની રહેશે. અરજી ફોર્મમાં નીચે મુજબની કેટેગરી Select કરનાર ઉમેદવારોએ કોઇપણ પ્રકારની પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં.

  • (ક) તમામ કેટેગરીના મહિલા ઉમેદવાર
  • (ખ) અનુસૂચિત જાતિ (SC)
  • (ગ) અનુસૂચિત જન જાતિ (ST)
  • (ઘ) સામાજીક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ (SEBC)
  • (ચ) આર્થિક રીતે નબળા વર્ગ (EWS)
  • (છ) માજી સૈનિક (Ex. Serviceman) તમામ કેટેગરીના
  • (જ) શારિરીક ખોડખાંપણ ધરાવતા ઉમેદવારો (PH) તમામ કેટેગરીનાં

GSSSB Bharti પરીક્ષા ફી કેવી રીતે ભરવી?

જે ઉમેદવારોએ ફી ભરવાની છે તેવા ઉમેદવારો જયારે OJAS વેબસાઇટ પર પોતાની અરજી સબમીટ કરે ત્યારે તેઓને પરીક્ષા ફી ભરવા માટે ફરજીયાત ઓન-લાઇન ભરવાની રહેશે. ઓન-લાઇનના માધ્યમથી ફી ભરવા માટે OJAS વેબસાઇટ પર Online Application Print Application Form / Pay Fees Click Online Payment માટેના Options દેખાશે. જેમાં Online Payment of Fees પર Click કરવું. જેમાં ડેબિટ કાર્ડ (Debit Card), ઇન્ટરનેટ બેંકિંગ (Internet Banking), UPI અથવા વૉલેટ (Wallets) દ્વારા ભરવાની રહેશે. આ ચાર માધ્યમ પૈકીના કોઇ પણ એક માધ્યમ દ્વારા ફી ભર્યા બાદ રીસીપ્ટ જનરેટ થશે, જેની પ્રિન્ટ મેળવી લેવાની સુચના મળશે. ઉમેદવારોએ આ રીસીપ્ટની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. Online Application ટેબમાં Print Application Form / Pay Fees પર click કર્યા બાદ Online Payment Reciept પર ક્લીક કરવાથી પણ રીસીપ્ટની પ્રિન્ટ મેળવી શકાશે. ઓનલાઇન માધ્યમથી ફી ભરનાર ઉમેદવારે પરીક્ષા ફી પેટે રૂ.૧૦૦ અને નિયમોનુસાર ટ્રાન્ઝેક્શન ફી ભરવાની રહેશે.

પરીક્ષા ફી ભર્યા બાદ રીફંડ મળવાપાત્ર નથી

પરીક્ષા ફી ભર્યા બાદ રીફંડ મળવાપાત્ર નથી તેમજ તે ફી અન્ય કોઇ પરીક્ષા માટે અનામત તરીકે રાખવામાં આવશે નહીં. પરીક્ષા ફી ભરવાપાત્ર ઉમેદવારોની ફી ભર્યા વગરની અરજી માન્ય રહેશે નહીં. ” General″ કેટેગરી Select કરનાર (શારીરિક ખોડખાંપણ તથા માજી સૈનિક કેટેગરી સિવાયના) ઉમેદવારો ફી ભરવાની નિયત સમયમર્યાદામાં પરીક્ષા ફી નહીં ભરે તો તેવા ઉમેદવારોનું અરજી ફોર્મ કોઇપણ જાતની જાણ કર્યા વગર મંડળ દ્વારા ‘“રદ’’ કરવામાં આવશે.

વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત

  • ગૌણ સેવાની આ ભરતી માટે પોસ્ટવાઇઝ નિયમાનુસાર અલગ અલગ વય મર્યાદા નિયત કરવામા આવી છે. જેના માટે ડીટેઇલ નોટીફીકેશન નો અભ્યાસ કરવા વિનંતી.
  • આ ભરતી માટે પોસ્ટવાઇઝ અલગ અલગ શૈક્ષણિક લાયકાતો નિયત કરવામા આવી છે. જેના માટે ડીટેઇલ નોટીફીકેશન નો અભ્યાસ કરવા વિનંતી.

ઉપયોગી લીનક્સ

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને  GSEB 10th Form 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts