Std 10 July purak 2023 Exam Marks Download : ધોરણ 10 જુલાઇ પૂરક 2023 પરીક્ષાના પરિણામની ગુણ ચકાસણીના જવાબો : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી દ્વારા તમામ માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ/વાલીઓ/વિદ્યાર્થીઓને જણાવવાનું કે, ધોરણ-૧૦ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા જુલાઇ-૨૦૨૩ નું પરિણામ તારીખ ૨૮/૦૭/૨૦૨૩ ના રોજ જાહેર કરવામાં આવેલ હતું.
પરિણામ બાદ ગુણચકાસણી માટે નિયત સમયમર્યાદામાં મળેલ અરજીઓ પરત્વે ચકાસણીની પ્રક્રિયાને અંતે થયેલ આખરી સુધારા (Change/No Change) દર્શાવતો રીપોર્ટ, બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન મૂકવામાં આવેલ છે.
આર્ટીકલ માં મિત્રો આપણે Std 10 July purak 2023 Exam Marks Download વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચવા વિનંતી.

Contents
Std 10 July purak 2023 Exam Marks Download | ધોરણ 10 જુલાઇ પૂરક 2023 પરીક્ષાના પરિણામની ગુણ ચકાસણીના જવાબો
સંસ્થાનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
આર્ટિકલનું નામ | Std 10 July purak 2023 Exam Marks Download |
જુલાઈ પુરક પરીક્ષા તારીખ પરિણામ | 28/07/2023 |
ગુણ ચકાસણીના જવાબો ડાઉનલોડ | તા.21/07/2023 થી તા.30/08/2023 સુધી |
GSEB Full Form | Gujarat Secondary and Higher Secondary Education Board |
ઓફિસિયલ વેબસાઈટ | gseb.org |
ધોરણ 10 જુલાઇ પૂરક 2023 પરીક્ષાના પરિણામની ગુણ ચકાસણીના જવાબો ડાઉનલોડ
અરજી કરેલ ઉમેદવારે પોતાનો રીપોર્ટ બોડની વેબસાઇટ www.gseb.org અથવા ssc.gseb.org પરથી તા.૨૧/૦૮/૨૦૨૩ થી તા.૩૦/૦૮/૨૦૧૩ સુધી તેમના દ્વારા કરવામાં આવેલ અરજીની વિગતો (Seat Number, Mobile Number અને Password) એન્ટર કરી, લોગ-ઇન થઇ, ઓનલાઇન ડાઉનલોડ કરવાના રહેશે. વધુમાં જણાવવાનું કે ગુણચકાસણી બાદ જે વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો થયેલ હોય તે વિદ્યાર્થીઓના ગુણપત્રક/પ્રમાણપત્રક સંબંધિત શાળાઓને મોકલી આપવામાં આવશે.
શાળાઓએ આ ગુણપત્રક/પ્રમાણપત્રક સંબંધિત વિદ્યાર્થીઓને સત્વરે વિતરણ કરી તેમની પાસેથી અગાઉ મળેલ ગુણપત્રક/પ્રમાણપત્રક પરત મેળવી બોર્ડની કચેરી “SSC(માધ્યમિક)” શાખામાં જમા કરાવવાના રહેશે. ઉમેદવારોએ ગુણચકાસણી રીપોર્ટ ફકત ઓનલાઇન માધ્યમથી જ ડાઉનલોડ કરવાના રહેશે. શાળા કે વિદ્યાર્થીઓને જવાબ ટપાલ દ્વારા મોકલવાની પધ્ધતિ અમલમાં નથી.જેની શાળાના આચાર્યશ્રીઓ,વાલીઓ તથા તમામ વિદ્યાર્થીઓને નોંધ લેવા વિનંતી.
ઉપયોગી લીનક્સ
ઓફિસિયલ સુચના વાંચો | અહી ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને Std 10 July purak 2023 Exam Marks Download જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.