આવકના દાખલા માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ
| |

આવકના દાખલા માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ

માહિતી ગમી હોય તો વોટ કરો post

આવકના દાખલા માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ : આ અર્તીક્લમાં આપણે આવકના દાખલા માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


આજ આ આર્ટિકલ આપણે જાણીશું કે હવે આવક ના દાખલ માટે સોગંદનામું (એફીડેવીટ) નહિ કરાવવું પડશે, હવે સેલ્ફ ડીક્લેરેશન ફોર્મ ભરવું પડશે. Self declaration form for Income Certificate Gujarat pdf  download માટે ની લિંક આર્ટિકલના અંતમાં આપીશું.

આવકનો દાખલો કઢાવવા માટે અરજી કરવાની રીત, યોગ્ય  પુરાવા, આવકના  દાખલા નું ફોર્મ pdf 2023 વગેરેની સંપુર્ણ માહિતી આ આર્ટિકલ આપેલ છે.

હવે gujarat-live પરથી  Income certificates apply online દ્વારા ઘરે બેઠા આવકનો દાખલો કઢાવી શકો છો. આવકનો દાખલો કઢાવવા માટે હવે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવું ફરજીયાત છે. Aavak no Dakhlo ફોર્મ pdf 2023 અને આવકનો દાખલો ઓનલાઇન ઘરેબેઠા કેવી રીતે કઢાવો આજ આ આર્ટિકલ માં જાણીશું.

આ જોવો:કોલેજનું કામચલાઉ ડિગ્રી પ્રમાણપત્ર મેળવો માત્ર 5 મિનિટમાં

Self declaration form for Income Certificate Gujarat

તમારે સૌપ્રથમ બધા જ ડોક્યુમેન્ટ્સ ભેગા કરી લેવાના રહેશે અને ત્યારબાદ તમારે તાલુકા પંચાયત અથવા મામલતદાર કચેરી એ જવાનું રહેશે અને ત્યાંથી તમને એક ફોર્મ આપશે તે ફોર્મ ભરી ને તમારે ડોક્યુમેન્ટ્સ સાથે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ  જોડવાના રહેશે.

ત્યાર બાદ કર્મચારી તમારા દસ્તાવેજ ને ચકાશી અને તમારો ફોટો પાડશે અને પછી તેમાં સહી સિક્કા કરી ને થોડા જ સમય પછી તમને તમારો આવક નો દાખલો મળી જશે.

આવકનો દાખલો મેળવવા માટેની પાત્રતા

 • આવકવેરાના પ્રમાણપત્ર માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.

આવકના દાખલામાં મળવાપાત્ર લાભ

 • જો આવકના દાખલામાં દર્શાવેલી આવક સરકારે નક્કી કરેલી આવક કરતા ઓછી હોય તો તે કુટુંબને અથવા પરિવારને સરકારે બહાર પાડેલી કોઈ યોજનાઓ નો લાભ મેળવી શકે છે.
 • આવકના દાખલામાં દર્શાવેલી આવક સરકારે નક્કી કરેલી આવક કરતા વધુ હોય તો સરકરા તરફથી અમુક યોજનાઓમાં તે કુટુંબ અથવા પરિવાર ને તે યોજનાઓ નો લાભ મળતો નથી.

આ જોવો : SSC અને HSC ડુપ્લિકેટ માર્કશીટ ઑનલાઇન ડાઉનલોડ કરો

આવકનો દાખલો કઢાવવા માટે ડોક્યુમેન્ટ જાણો?

આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી દસ્તાવેજો નીચે આપેલ છે. તમે ઓનલાઇન અરજી કરો છો તો તમારે જે પુરાવા છે તે પુરાવાની ઓરીજનલ નકલ સ્કેન કરી અપલોડ કરવાની રહેશે.

 • રેશનકાર્ડ
 • ૭/૧૨ અને ૮-અ ની નકલ
 • લાઇટબિલ
 • પાણી બિલ
 • ગેસ કનેક્શન
 • પોસ્ટ ઓફિસ બેંક પાસબૂક
 • ડ્રાઇવિંગ લાઈસેન્સ
 • સરકારી ફોટો આઈડી કાર્ડ / સેવા ફોટો ઓળખ કાર્ડ

ઓળખાણ પુરાવો (કોઈપણ એક ફરજિયાત છે)

 1. ચૂંટણીકાર્ડ
 2. પાનકાર્ડ
 3. પાસપોર્ટ

આવક માટેનો પુરાવો (કોઈપણ એકની નકલ)

 1. એમ્પ્લોયર સર્ટિફિકેટ
 2. આવકનો પુરાવો
 3. પગારદાર (ફોર્મ 16-A અને છેલ્લા ત્રણ વર્ષથી ITR)
 4. તલાટી સમક્ષ ઘોષણા

આ વાંચો:ગુજરાત સરકાર દ્વારા ભરતી નું 2023 થી 2033 સુધીનું કેલેન્ડર તૈયાર કરવામાં આવી રહ્યું છે.

આવકનો દાખલો ગ્રામ પંચાયત કઢાવવા માટે ઓફલાઈન અરજી.

આવકનો દાખલો ફોર્મ pdf 2023 ની લિંક નીચે આપેલ છે, જેના વડે આવકનું ફોર્મ ડાઉનલોડ કરી ને આવકનો ફોર્મ ગ્રામ પંચાયતમાં  જઈ તલાટી પાસે જઈને ફોર્મ ભરી સહી સિક્કા કરી અને ત્યારબાદ જરુરી ડોક્યુમેન્ટ જોડી તાલુકા પંચાયત જઈ તમારુ ફોર્મ ત્યાં જમાં કરાવાનુ રહેશે.

તલાટી પાસેથી આવકનું ફોર્મમાં ભરાવતા સમયે ત્રણ પંચો (તમારા ગામના)  હાજર જોઈશે અને પછી સોગંદનામું કરવાની જજુર પડતી નથી તમારે તેના બદલે એકરાર નામું જાતે ભરી ફોર્મમાં ફોર્મનીચે તમારી સાઈન કરવાની રહેશે.

આવકના દાખલાનું ફોર્મ ભરી તમે તાલુકા પંચાયત જઈ ત્યાં જમાં કરાવો પડશે, ત્યારબાદ કલાર્ક એક ચોપડામાં નામે લખાવશે અને તેની ફી ૨૦ રુપિયા જેટલી રહેશે, પછી તમને તમારા આવકના દાખલા માં સક્ષમ અધિકારીની સહી કરી તમારુ આવકનો દાખલો આપવામાં આવશે.

આ જોવો :12 પછી MBA કોર્સ કેવી રીતે કરવો

Self declaration form PDF download

આવકના દાખલા માટે સેલ્ફ ડીક્લેરેશન ફોર્મ પીડીએફ અહીંથી ડાઉનલોડ કરી શકો છો.(aavak na dakhla nu form gujarati pdf)

આવકનો દાખલો ઓનલાઇન અરજી

 👉આવકનો દાખલો કઢાવવા ઓનલાઈન અરજી માટે તમારે digitalgujarat.gov.in વેબસાઈટ પર જઈ “લોગિન” વિકલ્પ પર ક્લિક કરો.
Self declaration form for Income Certificate GujaratSelf declaration form for Income Certificate Gujarat

 

 • પછી ”સેવા” ઓપ્શન પર ‘‘ક્લીક” કરો.
 • સેવા” ઓપ્શન માં ગયા પછી  ”નાગરિક સેવા” પર ક્લીક કરો.
 • નાગરિક સેવા” પર ક્લીક કરશો એટલે એક નવું પેજ ખુલશે.
 • તે પેજ પર નીચે જશો એટલે વારસાઈ પ્રમાણપત્ર (varsai certificate)
  એવું એક વિકલ્પ આવશે.
 • આવકના  દાખલા  માટે  ”આવકનો દાખલો આપવા બાબત  વિકલ્પ પર ક્લીક કરો.
 • જો તમારે ડીજીટલ ગુજરાત પોર્ટલ માં રજીસ્ટર કરેલ હશે તો LOG IN ID અને પાસવર્ડ નાખી લોગિન કરો.
 • ડીજીટલ ગુજરાત પોર્ટલ માં ”રજીસ્ટર” ના કરેલ હોય તો પહેલા નોચે ક્લીક પર રજીસ્ટર કરવું ફરજીયાત છે.

 સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે NEW REGISTER કરવું તે વાંચો. Click HereNew Image

Self declaration form for Income Certificate GujaratSelf declaration form for Income Certificate Gujarat

👉સેવા પસંદ કર્યા પછી તમે પસંદ કરેલી સેવાનું માહિતી પેજ ખુલશે. દસ્તાવેજની ભાષા પસંદ કરવી (અંગ્રેજી અથવા ગુજરાતી).જરૂરી દસ્તાવેજોની યાદ વાંચો (પછી અપલોડ કરવા માટે) પછી પેજ નીચે સ્ક્રોલ કરો. ત્યારપછી ”continue to service” પર ક્લિક કરો.
(મહત્વપૂર્ણ : તમે ” સેવા ચાલુ રાખો” બટન ઉપરના પેજના તળિયે ફીની વિગતો જોઈ શકો છો. બધી અરજી પૂર્ણ કરવા માટેનો અંદાજિત સમય 15 મિનિટનો છે

👉તમારે  પેજ પર લઈ જશે જ્યાં તેણે/તેણીને સરનામું, પરિવારના સભ્યોની સંખ્યા, ઘરનું સરનામું, આવકની વિગતો વગેરે જેવી વિગતોનો ઉલ્લેખ કરવાની જરૂર છે.

 • તમારે  ઉપર જણાવ્યા મુજબ રહેઠાણનો પુરાવો, ઓળખનો પુરાવો જેવા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર છે અને “સબમિટ કરો” પર ક્લિક કરો
 • એકવાર અરજદારે આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે રકમ ચૂકવી દીધા પછી, અરજીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
 • ત્યારબાદ સરકાર દ્વારા 10-15 દિવસમાં અરજીને આવકનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલીકોઈ પણ માહિતી અથવા સરકારી અખબારો પરથી લેવામાં આવેલ છે.અમારો પ્રયત્ન તમને સારી માહિતી પહોંચાડવાનો છે.અમે તમને આવી જ બીજી માહિતી પણ આપતા રહીશું. ઉપરની માહિતીમાં કોઈ ક્ષતિ હશે તો તે “gujarat-live.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ.

FAQS:

આવકનો દાખલો કેટલા વર્ષ સુધી માન્ય રહે છે?

આવકનું પ્રમાણપત્ર ૩ વર્ષ સુધી માન્ય રહે છે, ત્યારબાદ ફરિથી નિકાળવા અરજી કરવાની રહે છે.

આવકના પ્રમાણપત્ર મેળવવા માટે ક્યાં દસ્તાવેજ ની જરુર પડે છે?

આવકનુ દાખલાના અરજી ફોર્મ સાથે તમારો રહેઠાણનો પુરાવો, ઓળખનો પુરાવો અને આવકના પુરાવાની વિગત દર્શાવતા ડોક્યુમેન્ટ ની જરુર રહે છે.

આવકના દાખલા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી?

ગુજરાત સરકારના ડિજીટલ ગુજરાત પોર્ટલ ” https://www.digitalgujarat.gov.in/ ” પર તમે આવકના દાખલો મેળવવાની અરજી કરી શકો છો.સમાપન


આ લેખ દ્વારા, અમે તમને આવકના દાખલા માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts